છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટની અંદર ઉગ્ર દલીલો, લડાઈ ઝઘડા જેવી અજીબોગરીબ ઘટનાઓ સામે આવી રહી છે. વીડિયોમાં કોઈ મારપીટ કરતું જાેવા મળે છે તો એક કિસ્સો તો એવો જાેવા મળ્યો કે પેસેન્જરે ફ્લાઈટમાં પેશાબ કરી નાખ્યો. આવા ચોંકાવનારા કિસ્સાઓ વચ્ચે એક એવો પણ કિસ્સો સામે આવ્યો છે જેણે લોકોના હોશ ઉડાવી દીધા. એક શર્ટલેસ મુસાફરે બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સ (મ્ૈદ્બટ્ઠહ મ્ટ્ઠહખ્તઙ્મટ્ઠઙ્ઘીજર છૈઙ્મિૈહીજ) ની ફ્લાઈટમાં સવાર એક અન્ય મુસાફર સાથે ખુબ હાથાપાઈ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ જતા વિવાદ વકર્યો. બીતાંકો બિસ્વાસ (મ્ૈંટ્ઠર્હા મ્ૈજુટ્ઠજ) નામના એક વ્યક્તિએ જે તેના ટિ્વટર બાયો મુજબ એક એરલાઈનના ક્રૂ તરીકે કામ કરે છે તેણે ૭ જાન્યુઆરીએ આ વીડિયો શેર કર્યો. ક્લિપમાં એક શર્ટલેસ વ્યક્તિ પોતાના સાથી મુસાફરો સાથે હાથાપાઈ કરતો જાેવા મળ્યો. હાલ આ ઝઘડાનું કારણ જાણવા મળ્યું નથી.
શર્ટલેસ વ્યક્તિ અન્ય વ્યક્તિ દ્વારા થપ્પડ મારવા દરમિયાન ઘૂંસા મારવાની કોશિશ કરતો જાેવા મળ્યો. તે ગુસ્સા ઉપરાંત રોતો પણ જાેવા મળ્યો. ઘટના દરમિયાન અન્ય મુસાફરો દ્વારા ઝઘડાને રોકવાના પ્રયત્ન પણ થાય છે. ઘટનાની તારીખ અને ફ્લાઈટ રૂટ વિશે હજુ જાણકારી સામે આવી નથી. વીડિયો શેર કરતા બિતાંકો બિસ્વાસે કેપ્શનમાં લખ્યું કે એક વધુ બેકાબૂ યાત્રી. આ વખતે એક બિમાન બાંગ્લાદેશ બોઈંગ ૭૭૭ ઉડાણ પર! વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો. અત્યાર સુધી એક લાખ ૨૧ હજાર કરતા પણ વધુ વાર જાેવાયો છે. આ વીડિયો પણ અનેક યૂઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એક યૂઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું કે જાે વારંવાર આવું થતું હોય તો, ફ્લાઈટમાં દારૂ પિરસવાનું બંધ કરો. એક અન્ય નેટિઝને લખ્યું છે કે ઉડાણ દરમિયાન ખુબ ખરાબ ઘટના. આનાથી એરલાઈન્સનું પણ નામ ખરાબ થાય છે. કડક કાર્યવાહી થવી જાેઈએ.
Recent Comments