સાવરકુંડલા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા. આ સંસ્થા દ્વારા સેવાકીય કાર્યક્રમ કરવામા આવ્યો, જેમા સાવરકુંડલા શહેરના મા-બાપનું ઘર આશ્રમના મનોરોગી બહેનો અને ભાઈઓને ધામિઁક પ્રવાસ મોટા ઝીઝુંડા ધારવાળા ખોડીયારમાના મંદીર પ્રવાસ કરાવ્યો હતો, મા-બાપનું ઘરના મહંત મનીષાદીદી અને સતનામ આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબ, ખોડીયાર મંદિરના મહંત ચંદુપરીબાપુ વગેરે સંતો આશિર્વાદ આપી સાથે જોડાયા હતા. તેમજ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન કલ્પેશભાઇ પટેલ, અરવિંદભાઈ મેવાડા, ડાયાભાઇ ભરવાડ,કરણભાઇ વગેરે લોકો દ્વારા આ માનવસેવા એ જ પ્રભુ સેવા જેવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવેલ.
ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત મા-બાપનું ઘર આશ્રમના મનોરોગી બહેનો અને ભાઈઓને ધામિઁક પ્રવાસ કરાવવામાં આવેલ.

Recent Comments