ગુજરાત

ઉતરસંડાની આઈટીઆઈમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી

ખેડા જિલ્લાના નડિયાદના ઉતરસંડાની આઈટીઆઈ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાંગુજરાત કાઉન્સિલ ઓન ટેકનોલોજી, ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર પ્રેરિત ડૉ. કલામ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખેડા દ્વારા દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વ પૃથ્વી દિવસની ગતરોજ ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત નડિયાદ તાલુકાના ઉત્તરસંડા સ્થિત આઇ. ટી. આઇ. ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ,પ્રાદેશિક કચેરી નડિયાદ ખાતેથી નાયબ પર્યાવરણ ઇજનેર અલ્કેશ રાઠોડ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસ ૨૦૨૨ની થીમ “આપણી પૃથ્વીમાં રોકાણ કરો “ ઉપર પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે પૃથ્વીને બચાવવા માટે આપણે શું યોગદાન આપી શકીએ જેમાં વધુ વૃક્ષો વાવો,કચરો ગમે ત્યાં ફેકવો નહીં, વીજળીનો વપરાશ કરકસર રીતે કરવો, બિનજરૂરી પાણીનો બગાડ નહીં કરવો જેવા મુદ્દાઓને આવરી લેવાયા હતા.

વધુમાં વધતાં પ્રદૂષણ જેવા પર્યાવરણીય મુદ્દાઓ વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર રાધિકા મોદી,નાયબ મામલતદાર આકાશ વડસરા,આઇ ટી આઇ ના પ્રિન્સિપાલ તેજલબેન ભટ્ટ, ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેશુભાઈ વાણિયા, ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સલાહકાર કલ્પેશ, કો. ઓર્ડીનેટર ભાવિકા મકવાણા અને જગદીશ બારૈયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts