fbpx
રાષ્ટ્રીય

ઉત્તરકાશીના ટનલમાં જીવ બચાવવાનો સંઘર્ષ હજુ ચાલુ, ૯ દિવસ પછી મજૂરોને મળ્યું ભોજન

ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે ૪૧ મજૂરો છેલ્લા એક સપ્તાહથી ફસાયેલા છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માતના ૯ દિવસ બાદ ગઈકાલ સોમવારે સાંજે નવી ૬ ઈંચની પાઈપલાઈન દ્વારા સુરંગની અંદર ફસાયેલા કામદારો માટે ખીચડી, દાળ અને કેટલાક ફળો મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી ફસાયેલા મજૂરો માટે માત્ર સૂકો ખોરાક જ મોકલવામાં આવતો હતો, પરંતુ ૯ દિવસ પછી તેમના સુધી ખોરાક પહોંચાડવો એ બચાવ ટીમ માટે મોટી સફળતા માનવામાં આવે છે. ટનલમાં તેમના જીવનને સુરક્ષિત રાખવા માટે, તેમને મલ્ટીવિટામિન્સ અને ડ્રાય ફ્રૂટ્‌સ તેમજ એન્ટી-ડિપ્રેશન દવાઓ આપવામાં આવી રહી છે.

બે દિવસ પહેલા કેટલાક કામદારોને ઉલ્ટી થયાની જાણકારી મળી હતી, ત્યારબાદ તેમને કેટલીક દવાઓ મોકલવામાં આવી હતી.. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે સુરંગની અંદર ફસાયેલા ૪૧ બાંધકામ કામદારોને એન્ટી-ડિપ્રેસન્ટ ગોળીઓ આપવામાં આવી રહી છે. કુલ ૧૦ એમ્બ્યુલન્સ તેમજ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને સુરંગની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તરકાશીના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ), ડૉ. આરસીએસ પંવારે કહ્યું કે અમે કામદારોના પોષણની પણ કાળજી લઈ રહ્યા છીએ અને તેમને ચણા, ચોખા જેવી વસ્તુઓ પણ મોકલીએ છીએ. આરોગ્ય અધિકારીએ કહ્યું કે બચાવ કામગીરી સ્થગિત થવાને કારણે તેમના ડોક્ટરો પ્રથમ દિવસથી ફસાયેલા કામદારો સાથે વાત કરી શક્યા ન હતા.

ટનલ કન્સ્ટ્રક્શન કંપનીના એક સહકર્મીએ કહ્યું કે આ ઘણો મુશ્કેલ સમય છે. જે લોકો અંદર ફસાયેલા છે. તેની અને તેના પરિવારની માનસિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. સરકારે તેમના બચાવ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવી જાેઈએ. તેઓ સમજી શકતા નથી કે લોકો શેની રાહ જાેઈ રહ્યા છે.. ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર ડૉ. બી.એસ. પોખરિયાલે જણાવ્યું હતું કે કેટલાકને હળવા માથાનો દુખાવો હોવાની ફરિયાદ હતી. દવાની સાથે તેમને મલ્ટીવિટામીન પણ આપવામાં આવી રહ્યા છે. છૈંૈંસ્જી ઋષિકેશના મનોચિકિત્સાના પ્રોફેસર ડૉ.અનિંદ્ય દાસે જણાવ્યું હતું કે સુરંગમાં ફસાઈ જવાની સ્થિતિ કામદારો માટે અત્યંત પીડાદાયક અને તણાવપૂર્ણ હોઈ શકે છે. તેઓ ભય અને ચિંતાની લાગણી અનુભવશે. ઘણા લોકો ગભરાટ ભર્યા હુમલાથી પણ ડરતા હોય છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોમાં ક્લોસ્ટ્રોફોબિયા જેવી સ્થિતિ ગંભીર હોઈ શકે છે અને એક વખત બચાવી લીધા પછી, કેટલાક કામદારોમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (ઁ્‌જીડ્ઢ)ના લક્ષણો જાેવા મળી શકે છે. તેમનું કહેવું છે કે કામદારોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને કાઉન્સેલિંગ કરવાની જરૂર પડશે. મૂલ્યાંકન જરૂરી છે કારણ કે તેમાંના ઘણા ફરીથી તેવા જ વાતાવરણમાં કામ કરવા માટે માનસિક સ્થિતિમાં ન પણ હોય શકે.

Follow Me:

Related Posts