fbpx
ભાવનગર

ઉત્તરક્રિયામાં ચકલી માળા અને ચણ પાત્ર વિતરણ

સ્વર્ગસ્થ રમાબેન વ્યાસની ઉત્તરક્રિયામાં ચકલી માળા અને ચણ પાત્ર વિતરણ

ભાવનગરમાં પરિવાર દ્વારા થયું પ્રેરક કાર્ય

ભાવનગર રહેતાં સ્વર્ગસ્થ રમાબેન વ્યાસની ઉત્તરક્રિયામાં ચકલી માળા અને ચણ પાત્ર વિતરણ કરવામાં આવ્યું. આ પરિવાર દ્વારા જીવદયાનું પ્રેરક કાર્ય થયું.

પરિવારજનનાં અવસાન બાદ પરંપરા તેમજ ધાર્મિક વિધિ જાળવવા સાથે સામાજિક અને જીવદયા કાર્ય પણ થતાં રહે છે. ભાવનગરમાં દેસાઈનગર રહેતાં શ્રી રમાબેન ચુનીલાલ વ્યાસ સ્વર્ગવાસી થતાં તેમનાં બપાડા, રામધરી, ઈશ્વરિયા તથા ભાવનગર રહેતાં પરિવાર સ્નેહીજનો દ્વારા ઉત્તરક્રિયામાં ચકલી માળા અને ચણ પાત્ર વિતરણ કરવામાં આવ્યું.

સ્વર્ગસ્થ રમાબેન વ્યાસની ઉત્તરક્રિયામાં આ રીતે જીવદયાનું પ્રેરક કાર્ય થયું. ભાવનગરમાં જ્ઞાતિની શાસ્ત્રોક્ત વિધિ સાથે જ વ્યાસ પરિવાર સાથે પંડ્યા પરિવાર તથા પંડિત પરિવાર દ્વારા આ પ્રેરક વિતરણ કાર્ય થયું.

Follow Me:

Related Posts