ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં કૂતરુ કરડવાથી ૧૪ વર્ષના બાળકનું કરુણ મોતગાઝિયાબાદમાં ૧૪ વર્ષના બાળકને કુતરો કરડયાનું કોઈને ના કહ્યું, ઉપડ્યો હડકવા ને થયુ મોત
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં કૂતરુ કરડવાથી ૧૪ વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. બાળકે આ દર્દ લગભગ દોઢ મહિના સુધી તેના માતા-પિતાથી છુપાવીને રાખ્યું, પરંતુ જ્યારે સ્થિતિ વધુ બગડી તો સમગ્ર સત્ય બહાર આવ્યું. હડકવાના કારણે બાળકની હાલત કફોડી થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બાળકના દવા લગાવતા થોડા દિવસોમાં તો ઘા સુકાઈ ગયો, પરંતુ શરીરની અંદર હડકવાનું ઈન્ફેક્શન ફેલાઈ ગયું. થોડા દિવસો પછી બાળકની હાલત બગડવા લાગી. જે બાદ તે પાણીથી ડરતો હતો અને તે બાદ તે ક્યારેક કૂતરા જેવો અવાજ કરતો હતો.
આ ઘટના ગાઝિયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ચરણ સિંહ કોલોનીમાં બની હતી, જ્યાં સોમવારે ૧૪ વર્ષના શાહવેઝનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, શાહવેઝને લગભગ દોઢ મહિના પહેલા પાડોશીનો પાલતુ કૂતરો કરડ્યો હતો, પરંતુ તેણે તેના પરિવારને આ વિશે જણાવ્યું ન હતું. થોડા દિવસો સુધી છુપાવ્યા પછી, જ્યારે તેને તકલીફ થવા લાગી, તેના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો અને તે બીમાર થવા લાગ્યો, પછી પરિવારના સભ્યોને તેની જાણ થઈ. ખરેખર, શાહવેઝને હડકવા હતો જેના કારણે તે ઘણો બદલાઈ ગયો હતો.
તેણે ૧ સપ્ટેમ્બરથી ખાવા-પીવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ તેના માતા-પિતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા. પરિવાર તેમના પુત્રને ગાઝિયાબાદ, દિલ્હી અને આસપાસના વિસ્તારોની ઘણી હોસ્પિટલોમાં લઈ ગયા પરંતુ તેની સારવાર થઈ શકી નહીં. અંતે તેને બુલંદશહર લઈ જવામાં આવ્યો, જ્યાં તેને આયુર્વેદિક ડૉક્ટરને બતાવવામાં આવ્યો. સોમવારે જ્યારે તેમને બુલંદશહેર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં જ તેમનું મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોની હાલત ખૂબ જ ખરાબ છે અને પોલીસે આ મામલે કૂતરાના માલિક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે. ગાઝિયાબાદ હોય કે નોઈડા, તાજેતરના સમયમાં આ વિસ્તારોમાં પાળેલા અને રખડતા કૂતરાઓના કેસ વધવા લાગ્યા છે. ક્યારેક સોસાયટીમાં કૂતરો હુમલો કરી રહ્યા છે તો ક્યાંક લિફ્ટમાં બાળકો પર હુમલો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે સામાન્ય લોકોએ હવે પ્રશાસનને દરેક જગ્યાએ રખડતા કૂતરાઓને કાબૂમાં રાખવાની અપીલ કરી છે. ગાઝિયાબાદનો આ તાજાે કિસ્સો વધુ ભય પેદા કરે છે. બાળકના દાદા મતલુબ અહેમદે જણાવ્યું કે જ્યારે હડકવાની ખબર પડી તો અમે શાહવેઝને પૂછ્યું. પછી તેણે જણાવ્યું કે લગભગ દોઢ મહિના પહેલા પાડોશમાં રહેતી કાકીના પાલતુ કૂતરાએ તેને કરડ્યો હતો. ઘા પણ બહુ મોટો ન હતો અને ડરના કારણે કોઈને કહ્યું ન હતું.
Recent Comments