ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં પતિ સાથે સાસરિયે જઈ રહેલી મહિલાએ ત્રણ લોકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો
યૂપીના બાંદા જિલ્લામાં પતિ સાથે સાસરિયે જઈ રહેલી મહિલાએ ત્રણ લોકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પીડિતા સાથે થયેલી બર્બરતાની વાત સાંભળીને પોલીસ પણ દંગ રી હતી. આરોપ છે કે, ગુરેહ ગામની નજીક શનિવાર રાતે દારુના નશામાં ત્રણ લોકોએ આ મહિલા સાથે ગેંગરેપ કર્યો. હદ તો ત્યારે થઈ જ્યારે એક આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં દારુની બોટલ નાખી દીધી. પીડિતાએ જ્યારે પોતાની સાથે થયેલી બર્બરતાની કહાની પોલીસને જણાવી તો, તેના હોશ ઉડી ગયા. પીડિતાના જણાવ્યા અનુસાર, તે પોતાના પતિ સાથે શનિવારે પિયરથી સાસરિયે જઈ રહી હતી, ત્યારે ગુરેહ ગામ નજીક તેના પતિના ત્રણ મિત્રો મળ્યા, જેને તેમને રોકી લીધા. પીડિતાએ જણાવ્યું કે, ઘટનાના સમયે પતિ દારુના નશામાં હતો.
જેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. પીડિતાએ જણાવ્યું છે કે, બે લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્રીજા વ્યક્તિનો પીડિતાએ વિરોધ કર્યો તો દુષ્કર્મ કરવામાં નિષ્ફળ રહ્યો, તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સમાં દારુની બોટલ નાખી દીધી. ઘટના બાદ પીડિત મહિલાએ ૧૧૨માં કોલ કરી પોલીસને સૂચના આપી. સૂચના બાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને મહિલા અને તેના પતિને ચોકીએ લઈ આવ્યા. પોલીસે આ મામલામાં મહિલાના નિવેદન પર તપાસ હાથ ધરી.બાદમાં અહીં પોલીસ ફોર્સ પહોંચી હતી. જે મહિલાએ આ ઘટનાની જાણકારી આપી, તેણે પોતાના બે ઓળખીતા વ્યક્તિઓ સાથે મોટરસાયકલથી સાસરિયે જઈ રહી હતી. આ લોકોએ દારુ પીધો હતો. દારુના નશામાં આ લોકો હોબાળો કરવા લાગ્યા. ત્યાર બાદ પોલીસ ફોર્સ પહોંચી અને ૨ લોકોની ધરપકડ કરી. પુછપરછમાં પ્રથમ દ્રષ્ટિએ આ કેસ છેડતીનો લાગે છે. દુષ્કર્મ જેવા કોઈ પુરાવા નથી મળ્યા. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે.
Recent Comments