ઉત્તરપ્રદેશમાં એ.ટી.એસની કાર્યવાહીથી મોટા આતંકવાદી ષડયંત્રનો થયો પર્દાફાશ
ઉત્તરપ્રદેશ ૧૫મી ઓગસ્ટ પહેલા એક મોટી કાર્યવાહી હાથ ધરીને સહારનપુરથી ખતરનાક આતંકવાદીની ધરપકડ કરી છે. આ સાથે દેશમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. યુપી એટીએસના જણાવ્યા અનુસાર, આતંકવાદી મોહમ્મદ નદીમ જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકવાદીઓ સાથે સીધા સંપર્કમાં હતો. નદીમ સરકારી ઈમારત કે કોઈ મોટી ખાનગી ઈમારતમાં ફિદાયીન હુમલાની યોજના બનાવી રહ્યો હતો. યુપી એટીએસને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી માહિતી મળી હતી કે સહારનપુરમાં જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાનની વિચારધારાથી પ્રભાવિત વ્યક્તિ ફિદાયીન હુમલાની તૈયારી કરી રહ્યો છે.
આ સંવેદનશીલ માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને મહંમદ નદીમની ઓળખ કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલા મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, જેમાં એક પીડીએફ દસ્તાવેજ મળી આવ્યો હતો જેનું નામ એક્સપ્લોઝિવ કોર્સ ફિદાયીન ફોર્સ હતું. તે ઉપરાંત આતંકી મોહમ્મદ નદીમના ફોન માંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ અને ટીટીપીના આતંકીઓ તરફથી આવેલા ચેટ અને વોઈસ મેસેજ પણ મળી આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
૨૦૧૮થી જૈશ-એ-મહમ્મદ અને તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાનના સંપર્કમાં મોહમ્મદ નદીમ પાસેથી તેના મોબાઈલ ફોનમાં મળી આવેલા આતંકવાદીઓની ચેટ અને ફિદાયીન ફોર્સના વિસ્તૃત કોર્સ અંગે વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેણે કહ્યું કે તે વોટ્સએપ, ટેલિગ્રામ, ૈંસ્ર્ં, ફેસબુક મેસેન્જર અને ક્લબહાઉસ જેવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા ૨૦૧૮થી જૈશ-એ-મોહમ્મદ અને તહેરીક-એ-તાલિબાન-એ-પાકિસ્તાનના વિવિધ આતંકવાદીઓના સંપર્કમાં હતો. નદીમ અનુસાર, તેણે આતંકવાદીઓ પાસેથી વર્ચ્યુઅલ નંબર બનાવવાની તાલીમ લીધી હતી.
સરકારી ભવન અથવા પોલીસ પરિસર પર કરવાનો હતો ફિદાયીન હુમલો મોહમ્મદ નદીમે વર્ચ્યુઅલ સોશિયલ મીડિયા આઈડી બનાવીને આ આતંકીઓને ૩૦થી વધુ વર્ચ્યુઅલ નંબર ઉપલબ્ધ કરાવ્યા હતા. તે ઉપરાંત ટીટીપી આતંકવાદી સૈફુલ્લાહ (પાકિસ્તાની) દ્વારા ફિદાયીન હુમલા માટે મુહમ્મદ નદીમને તૈયાર કરવા માટે ફિદાયીન ફોર્સનું પ્રશિક્ષણ સાહિત્ય સોશિયલ મીડિયા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું, જે મુહમ્મદ નદીમે વાંચ્યું હતું અને તેના સંબંધિત વિસ્ફોટક સામગ્રી એકત્રિત કરવાના ફિરાકમાં હતો. જેથી તે સરકારી મકાન અથવા પોલીસ સંકુલ પર ફિદાયીન હુમલો કરી શકે.
મોહમ્મદ નદીમને જણાવ્યું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા વિશેષ તાલીમ માટે પાકિસ્તાન બોલાવવામાં આવતા હતા. તે પણ વિઝા લઈને પાકિસ્તાન જતો અને ત્યાં જૈશ-એ-મોહમ્મદની આતંકી ટ્રેનિંગ લેતો હતો. આ સાથે તે ઈજીપ્ત થઈને સીરિયા અને અફઘાનિસ્તાન જવાની પણ યોજના બનાવી રહ્યો હતો.
આરોપી મુહમ્મદ નદીમે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનના જૈશના આતંકવાદીએ તેને નુપુર શર્માની હત્યા કરવાનું કામ પણ આપ્યું હતું. નદીમે એટીએસને તેના કેટલાક ભારતીય સંપર્કોની માહિતી પણ આપી છે. જેના આધારે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મુહમ્મદ નદીમ પાસેથી એક મોબાઈલ અને બે સિમ અને તાલીમ સાહિત્ય (વિવિધ પ્રકારના આઈઈડી અને બોમ્બ બનાવવાનું ફિદા ફોર્સ) મળી આવ્યું છે.
Recent Comments