ઉત્તરપ્રદેશમાં જીજાજીએ સાળી પર દાનત બગાડી, ફોટો-વીડિયો બનાવી પરિવારને આપી ધમકી
ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લાના દાતાગંજમાં એક મહિલાએ પોતાના જમાઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હકીકતમાં જમાઈએ એવી વાત કહી દીધી, જેને સાંભળીને સાસુ હચમચી ગયા હતા. દાતાગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામ રહેતી મહિલાએ પોલીસને અપીલ કરીને આરોપ લગાવ્યો હતો કે, તેમની મોટી દિકરીના લગ્ન બાજૂના ગામના રહેતા એક યુવક સાથે કર્યા હતા.
મોટી દિકરીનો જમાઈ હેરાન કરી રહ્યો હતો, એટલે નાની દિકરીને થોડા દિવસ માટે ત્યાં મોકલી, આરોપ છે કે, જમાઈએ નાની દિકરી સાથે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધા. હવે તેને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. તેનું કહેવુ છે કે, નાની દિકરીના લગ્ન પણ મારી સાથે કરાવો નહીંતર આખા પરિવારને બદનામ કરી દઈશ. ફરિયાદ મળતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.
Recent Comments