fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં બસ્તીના રુધૌલી બ્લોકના ધંસા ગામમાં જિલ્લા પંચાયત રાજ વિભાગનો કાંડ સામે આવ્યો

એક-બેનહીં એક સાથે ચાર ટોયલેટ સીટ બેસાડી દીધી છે. આ અગાઉ યૂપીના બસ્તી જિલ્લામાં એક સાથે બે ટોયલેટ સીટ બેસાડી દીધી હતી. હવે તેના પર અધિકારી કહી રહ્યા છે કે, શાસને આ ડિઝાઈન માટે આદેશ આપ્યા હતા. બસ્તી જિલ્લાના રુધૌલી બ્લોકના ધંસા ગામમાં જિલ્લા પંચાયત રાજ વિભાગનો વધું એક કાંડ સામે આવ્યો છે. સામૂહિક શૌચાલયમાં એક સાથે ચાર સીટ લગાવી દીધી હતી. આ અગાઉ કૂદરહા બ્લોકમાં પણ ડબલ પોટનું શૌચાલય ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાં પણ એક રૂમમાં જ બે શૌચાલય બનાવીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો અને અધિકારીઓનો વધુ એક કાંડ સામે આવ્યો છે. ચાર પોટનું શૌચાલય ચર્ચાનો વિષય બન્યો છે. એક દિવાલ હેઠળ ચાર સીટનું શૌચાલય એન્જીનિયરનો ઉત્તમ નમૂનો છે.

એ પણ દરવાજા વગરનું. જરાં વિચારો કે, એક સાથે ચાર લોકો શૌચ કરવા જશે, તો તેમની પ્રાઈવેસી શું રહેશે. આ ઉપરાંત ચાર લોકો એક સાથે શૌચ કરશે તો હાઈજીન નહીં જળવાઈ. તેનાથી બિમારી ફેલાવાનો પણ ખતરો રહે છે. જાે કે, જાહેર શૌચાલયને હજૂ સુધી હેંડઓવર કર્યું નથી. બસ્તી જિલ્લામાં એક વર્ષની અંદર ડબલ સીટના બે શૌચાલય અને હવે ચાર સીટવાળુ શૌચાલય ચર્ચાનો વિષય બન્યું છે. જાે આ ડિઝાઈન અનુસાર બન્યું છે તો તેમાં હાઈઝીનનો ખ્યાલ કેમ ન રાખવામાં આવ્યો. એક સાથે ચાર લોકો શૌચાલય કરશે તો બિમારી પણ ફેલાશે. સૌથી મોટી વાત એ છે કે, આ પ્રકારના શૌચાલય વારંવાર બસ્તીમાં જ કેમ બને છે. જ્યારે રાજ્યના તમામ જિલ્લામાં જાહેર શૌચાલયો બની રહ્યા છે.

આ શૌચાલય પર અધિકારી શું બોલ્યા? તે જાણો?.. તો વળી સીડીઓ રાજેશ પ્રજાપતિએ જણાવ્યું છે કે, ચાર સીટવાળા શૌચાલય પર કહ્યું કે, શાસનની એક ડિઝાઈન આવી હતી, જેમાં નાના બાળકો માટે ઓપન ટોયલેટની વ્યવસ્થા કરવાની હતી. જેમાં ૩૯ શૌચાલય બન્યા છે. જાે તપાસમાં કોઈ કમી હોય, તો લાપરવાહી કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શું શૌચાલય ડિઝાઈન અને માપદંડ અનુસાર બન્યા છે, તેની તપાસ ડીપીઆરઓને સોંપવામાં આવી છે.

Follow Me:

Related Posts