રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં યુવકે એક કિશોરી સાથે દુષ્કર્મ આચરી ક્રુરતાની તમામ હદ વટાવી દીધી

ઉત્તર પ્રદેશના બાંદામાં ક્રૂરતાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કિશોર છોકરી સાથે યુવકે દુષ્કર્મ આચર્યું. તેણે ક્રૂરતા કરતી વખતે કિશોરી સાથે ફોટા પણ પાડ્યા. આ ફોટા તેણે સ્ટેટ્‌સમાં પણ લગાવ્યા. પીડિતાની ફરિયાદ પર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ઘટના અતર્રા પોલીસ મથક હેઠળ આવનાર એક ગામની છે. અહીં રહેવાસી એક કિશોર છોકરી પશુવાડામાં કામ કરીને ઘર પરત ફરી રહી હતી. આ દરમિયાન ગામના જ એક છોકરાએ તેને પકડી લીધી અને નજીકના ખેતરમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો. તેને છોકરીની ઇજ્જત લૂંટતી વખતે મોબાઇલમાં ફોટા પણ પાડ્યા. જેનું સ્ટેટસ પણ લગાવ્યું દીધું. બાંદા જિલ્લાના અતર્રા પોલીસ ક્ષેત્રમાં ૧૬ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ અને તેના ફોટા સ્ટેટ્‌સમાં લગાવવાના મામલે પોલીસે આરોપી કિશોરના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેની ધરપકડ કરી બાળ સુધાર ગૃહ મોકલવામાં આવ્યો છે. પોલીસના અનુસાર બંને એક જ જાતિના છે.

કિશોરીનું જિલ્લા મહિલા હોસ્પિટલમાં ડોક્ટરી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. ઘટના પોલીસ ક્ષેત્રના એક ગામની છે. પીડિત કિશોરી ૧૦મા ધોરણની વિદ્યાર્થી છે. વિદ્યાર્થીનીએ પોલીસને આપેલી જુબાનીમાં કહ્યું કે તે ૧૦ દિવસ પહેલાં એટલે કે એક નવેમ્બરની રાત્રે પશુ વાડાથી ઘરે જઇ રહી હતી. ત્યારે રસ્તામાં ગામના સ્વજાતીય ૧૭ વર્ષીય કિશોર મળી ગયો. તેને તેણે પકડી લીધી અને ખેતર તરફ લઇ ગયો. મોબાઇલ વડે ફોટા પણ પાડ્યા. આરોપ લગાવ્યો કે પછી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું દીધું. મનમરજીથી બોલાવવા લાગ્યો. વિરોધ કરતાં ફોટો વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. લોકલાજના લીધે તેણે કોઇને કંઇ જણાવ્યું નહી. બે દિવસ પહેલાં ફરી બ્લેકમેલિંગ કરવા લાગ્યો. વાત ન માની તો તેણે ફોટા સ્ટેટસમાં લગાવી દીધા. કિશોરની હરકતથી કંટાળીને તેણે ઘટનાની જાણકારી ધરવાળાને આપી. પોલીસે દુષ્કર્મ સહિત ઘણી કલમો અંતગર્ત ફરિયાદ દાખલ કરી આરોપી કિશોરની ધરપકડ કરી લીધી.

અધિક પોલીસ અધિક્ષક લક્ષ્મી નિવાસ મિશ્રએ જણાવ્યું કે બંને એકબીજાને પહેલાંથી ઓળખતા હતા. બંને કિશોર ઉંમરના છે. કિશોરીનું જિલ્લા મહિલા હોસ્પિટલમાં ડોક્ટરી તપાસ કરાવવામાં આવી છે. સાથે જ આરોપીનું ડીએનએ નમૂના લઇને તપાસ માટે મોકલી દીધા છે. કેસની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં સહાયલ પોલીસ મથક ક્ષેત્રના એક ગામમાં સાત વર્ષની માસૂમ સાથે પડોશી કિશોર દ્વારા દુષ્કર્મ આચરવાનો મામલો પણ સામે આવ્યો હતો. પોલીસે પીડિતાના નિવેદન અને તપાસના આધારે આરોપી બાળક વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો એક્ટ અંતગર્ત ફરિયાદ દાખલ કરી હતી.

Related Posts