ઉત્તરપ્રદેશમાં સાયકલ લઈને જતી છાત્રાને કાર ચાલકે ૨૦૦ મીટર સુધી ઢસડી, હાલત છે ગંભીર
યૂપીના કૌશાંબી જિલ્લાના મંઝનપુર કોતવાલીના દેવખર પુર ગામની નજીક બેકાબૂ કારે સાયકલ સવારે વિદ્યાર્થિનીને ટક્કર મારી દીધી હતી. ટક્કર લાગતા છાત્રા સાયકલ સહિત કારમાં ફસાઈ જતાં ૨૦૦ મીટર સુધી ઢસડાતી રહી હતી. આ દુર્ઘટનામાં છાત્રા ગંભીર રીતે ઘાયસ થઈ હતી. જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. પોલીસે આ મામલામાં આરોપી ચાલક વિરુદ્ધ કેસ નોંધી લીધો છે અને કારને જપ્ત કરી લીધી છે. મંઝનપુર કોતવાલી વિસ્તારના દેવખરપુર ગામની રેનૂ દેવીએ પોલીસને આપેલી દલીલમાં જણાવ્યું છે કે, તેમની દીકરી કૌશલ્યા એક કોચિંગ ક્લાસમાં ભણે છે. તે દરરોજની માફક ૧ જાન્યુઆરીએ પણ બપોરે ક્લાસમાં જવા સાયકલ લઈને નીકળી હતી.
ત્યારે રસ્તામાં બાજાપુર ગામની નજીક પાછળથી આવેલા કાર સવાર રામ નરેશે દીકરીની સાયકલને ટક્કર મારી. ટક્કર લાગવાથી દીકરી રસ્તા પર પડી ઘઈ. ત્યાર બાદ કાર ચલાવી રહેલા ડ્રાઈવરે ભાગવાની કોશિશ કરી. તેનાથી કૌશલ્યા કારમાં ફસાઈને લગભગ ૨૦૦ મીટર સુધી ઢસળાતી રહી. આ દરમિયાન કાર બેકાબૂ થઈને રોડ કિનારે ખાડામાં જતી રહી. દુર્ઘટના બાદ કાર સવાર ગાડી મુકીને ભાગી ગયો. ગામલોકોની મદદથી દીકરીને હોસ્પિટલ સુધી પહોંચાડી. જ્યાં તેની સારવાર કરી રહેલા ડોક્ટર્સે કહ્યું કે, છાત્રાનો એક હાથ અને એક પગ તૂટી ગયો છે. કારની નીચે ઢસડાવવાના કારણે તેનો ચહેરો, છાતી અને પીઠમાં ગંભીર ઈજા થઈ છે. આ મામલામાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments