fbpx
ગુજરાત

ઉત્તરસંડામાં જ્વેલર્સની દુકાનમાંથી ૪ સોનાની ચેઈન ઉઠાવી ગઠિયો ફરાર

નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે જૂના ચોરા વિસ્તારમાં રહેતા અનિલભાઈ હરીશભાઇ સોની પોતાના રહેણાંક મકાનના નીચે શ્રી વાઘેશ્વરી જવેલર્સ નામની દુકાન ચલાવે છે. ગત ૨૮મી માર્ચના રોજ બપોરના સુમારે ઉત્તરસંડાના પુનમપુરા ગામે રહેતો જીતુ ઇશ્વરભાઇ પરમાર તેણે ફોન કરી ઉપરોક્ત દુકાનદાર અનિલ સોનીને જણાવ્યું કે મારી સોનાની ચેઈન લેવી છે.

જેથી તમે દુકાન ખોલો, આથી અનિલભાઈએ પોતાની નીચે આવેલી જ્વેલર્સની દુકાન ખોલી હતી. જીતુ પરમાર અને ઉપરોક્ત દુકાનદાર અનિલભાઈ સોની બંને દુકાનમાં એકલા હતા આ દરમિયાન સોનાની ચેઈન બતાવો તેમ કહી જીતુ પરમારે દુકાનદારને ઉલજાવ્યા હતા. બાદમાં કોઈ ચેઈન પસંદ ન પડતા અન્ય ચેઈન બતાવો તેથી ચેઈન લેવા દુકાનદાર પાછળ જાેતા જીતુ પરમારે ૫૦ ગ્રામની કુલ ચાર નંગ સોનાની ચેઈન જેની કિંમત રૂપિયા બે લાખ થાય છે. તે ઉઠાવી ફરાર થવા જતા દુકાનદાર અનિલ સોની તેની પાછળ ભાગ્યા હતા??.

પરંતુ ગઠીયો સોનાની ચેઈન લઈને આંખના પલકારામાં ક્યાંક ગાયબ થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે અનિલભાઈ સોનીએ ચકલાસી પોલીસ મથકે ઉપરોક્ત જીતુ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.નડિયાદના ઉત્તરસંડામાં જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે ગઠિયો કળા કરી ગયો છે. ગઠિયાએ દુકાન માલિકને સોનાની ચેઈન ખરીદવાના બહાને ઉલજાવી સાતિરતા પૂર્વક ૫૦ ગ્રામની કિંમત રૂપિયા બે લાખની ચાર જેટલી સોનાની ચેઈનો ઉઠાવી રફુચક્કર થયો હતો. જાેકે દુકાનદાર તેની પાછળ ભાગતા ગઠિયો પકડાયો નહીં. આ બનાવ સંદર્ભે દુકાન માલિકે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts