ઉત્તરાખંડ આપત્તિઃ વડાપ્રધાન-ગૃહમંત્રીની સતત દેખરેખ
ઉત્તરાખંડના ચમૌલીના રેણી ગામ નજીક ગ્લેશિયર તુટ્યો છે. આ ગ્લેશિયર તુટવાના કારણે અહીંના પાવર પ્રોજેક્ટ ઋષિ ગંગાને મોટું નુંકસાન પહોંચ્યું છે. સાથે જ ધૌલીગંગા ગ્લેશિયરની તબાહી સાથે તપોવનમાં બેરેજને મોટું નુકસાન થયું છે. હાલ રાહત બચાવની કામગીરી માટે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આ સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ સતત નજર રાખી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, ઉત્તરાખંડની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું. ભારત ઉત્તરાખંડની સાથે છે અને દેશ ત્યાંની દરેકની સલામતી માટે પ્રાર્થના કરે છે. સિનિયર અધિકારીઓ સંપર્કમાં છે અને દ્ગડ્ઢઇહ્લ તૈનાત કરી દેવામાં આવી છે. બચાવ કાર્ય અને રાહત કામગીરી અંગે સતત અપડેટ મેળવી રહ્યો છું.
તેમજ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે, ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આપત્તિ અંગે મેં મુખ્યમંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે. દરેક સંબંધિત અધિકારીઓ લોકોને સલામત ખસેડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. દ્ગડ્ઢઇહ્લ ટીમો બચાવ કામગીરી માટે રવાના થઈ છે. દેવભૂમિને દરેક શક્ય સહાય આપવામાં આવશે. વધુમાં ગૃહમંત્રીએ કહ્યું કે, દ્ગડ્ઢઇહ્લની કેટલીક વધુ ટીમોને એરલિફ્ટ કરી દિલ્હીથી ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.
Recent Comments