ઉત્તરાખંડ, ગોવા અને ઉત્તરપ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનશે તેવો સર્વેનો અનુમાન
ભાજપના ખાતામાં અહીં ૨૨થી ૨૬ બેઠક આવી શકે છે. કોંગ્રેસના ખાતામાં ૩-૭ બેઠક આવી શકે છે. આમ આદમી પાર્ટી પણ ગોવામાં કોંગ્રેસ કરતા વધુ ૪-૮ બેઠક મેળવે તેવી શક્યતાઓ છે. મણીપુરમાં પણ આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે. મણીપુરમાં ભાજપના ખાતામાં ૪૦ ટકા, કોંગ્રેસને ૩૫ ટકા અને એનપીએફને ૬ ટકા જ્યારે અન્યના ખાતામાં ૧૭ ટકા મત આવી શકે છે.આગામી વર્ષ ૨૦૨૨માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે જેમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તર પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરનો પણ સમાવેશ થાય છે. જાેકે હાલમાં જારી થયેલા એક સરવેમાં દાવો કરાયો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને ૨૫૯થી ૨૬૭ બેઠકો મળશે અને ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે બીજા ક્રમે સમાજવાદી પાર્ટી રહેશે જેને ૧૦૦થી વધુ બેઠક મળવાનું અનુમાન છે. ૧૫ જેટલી બેઠકો સાથે બીએસપી ત્રીજા ક્રમે અને કોંગ્રેસને ૩થી ૭ બેઠક મળવાની શક્યતાઓ આ સરવેમાં વ્યક્ત કરાઇ છે. આ સરવે એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા હાથ ધરાયો છે. જેમાં દાવો કરાયો છે કે જવાબ આપનારાઓમાંથી ત્રણ ટકા મતદારો માટે ભ્રષ્ટાચાર, ૩૯ ટકા માટે બેરોજગારી, ૨૬ ટકા માટે મોંઘવારી, ૧૯ ટકા માટે ખેડૂતો, ૧૦ ટકા માટે કોરોના જ્યારે ત્રણ ટકા માટે અન્ય મુદ્દાઓ મહત્વના હોવાનું જણાવ્યું હતું. વોટશેરને પણ સરવેમાં આવરી લેવાયા છે. દાવો કરાયો છે કે ભાજપના ગઠબંધનને ૪૨ ટકા, સમાજવાદી પાર્ટીને ૩૦ ટકા જ્યારે બસપાને ૧૬ અને કોંગ્રેસને ૫ ટકા મત મળી શકે છે. સરવેમાં ૪૫ ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશની સરકારના કામકાજથી ખુશ છે. જ્યારે ૨૦ ટકાએ કહ્યું કે તેઓ ઓછા સંતુષ્ટ છે અને ૩૪ ટકા લોકોએ કહ્યું કે તેઓ યોગી સરકારના કામગાજથી સંતુષ્ટ નથી. અન્ય રાજ્યો પર નજર કરીએ તો ઉત્તરાખંડમાં પણ ફરી ભાજપની સરકાર બની શકે છે અને તેને ૪૪થી ૪૮ જ્યારે કોંગ્રેસને ૧૯થી ૨૩ બેઠકો મળી શકે છે. અહીં આમ આદમી પાર્ટીને પણ ૦થી ૪ બેઠકો મળવાનું અનુમાન છે. પંજાબમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીને વધુ બેઠક મળવાનું અનુમાન છે. પંજાબમાં આપને ૫૧થી ૫૭ બેઠક, જ્યારે કોંગ્રેસને ૩૮થી ૪૯ બેઠક મળી શકે છે. ગોવામાં એક વખત ફરી ભાજપની સરકાર બનવાનું અનુમાન છે.
Recent Comments