વન વિભાગની અખબારી યાદી જણાવે છે કે ગયા વર્ષે ૯૦૦૦ થી પણ વધારે પક્ષીઓ ઉત્તરાયણના સમયે ઘાયલ થયા હતા. જેમાં આશરે ૭૫૦ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. ઉત્તરાયણ પર્વનો સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ પરંતુ જો સૌ મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓનો જીવ બચી શકે છે. પતંગ સવારે ૯ વાગ્યા પહેલા અને સાંજે ૫ વાગ્યા પછી ન ઉડાવીએ. પતંગ ચગાવવા ચાઈનીઝ તથા કાચની દોરીનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ન કરીએ. કોઈપણ વ્યક્તિ જો ચાઈનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ અથવા વન વિભાગને જાણ કરીએ. જો કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેંદ્રનો સંપર્ક કરીએ. સારવાર કેંદ્રોની વિગતો અને સંપર્ક નંબરો હેલ્પલાઈન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર “Karuna” વોટ્સઅપ કરીને અથવા https://bit.ly/karunaabhiyan લિંક પરથી મળી શકશે.
ઉત્તરાયણના પર્વ સમયે પક્ષીઓ બચાવવા વન વિભાગની જાહેર અપીલ

Recent Comments