fbpx
ગુજરાત

ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓને બચાવવા માટે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ રેસ્ક્યુ સેન્ટર કેમ્પ ની મુલાકાતે કરણી સેના પ્રમુખ શેખાવત

અમદાવાદ ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓને બચાવવા માટે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ રેસ્ક્યુ સેન્ટર કેમ્પકરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઉત્તરાયણ પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા વાસણા ખાતે જી. બી. શાહ કોલેજ પાસે, નિકોલ ખાતે ઉત્તમનગર ૮૦  ફૂટના રોડ પાસે અને સાયન્સ સિટી સપ્તક બંગલોઝ પાસે કેમ્પનું ત્રણ દિવસીય ઉતરાયણ પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઝંખનાબેન શાહે જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારમાં અનેક પક્ષીઓ ઘાયલ થતાં હોય છે, જેથી અમે ત્રણ દિવસ પક્ષીઓના રેસ્ક્યુ  માટે આ કેમ્પ રાખ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં સ્વયંસેવકો દ્વારા પક્ષીઓને રેસ્ક્યૂ કરીને એમને બચાવવામાં આવ્યાં હતાં. આ ત્રણ દિવસના કેમ્પના સફળ આયોજન બદલ ઉપસ્થિત સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી. સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી ગુજરાત, શ્રી રાષ્ટ્રીય કરણી સેના, શ્રી રાજ શેખાવત અને શ્રી રોહિતભાઈ પટેલ (ભૂતપૂર્વ પાલડીના કોર્પોરેટર – કોંગ્રેસ) એ કૅમ્પની મુલાકાત લીધી હતી.

Follow Me:

Related Posts