રાષ્ટ્રીય

ઉત્તરી સિક્કીમમાં સતત વરસી રહેલા વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોના હાલ બેહાલ

સતત વરસી રહેલા વરસાદના કારણે સિક્કીમ ના ઉત્તરી વિસ્તારમાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, અવિરત વરસાદ ના કારણે એક માનવીય વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા છે. તે ઉપરાંત અનેક લોકો પથ્થર પડવાને કારણે ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. હાલમાં, આ વિસ્તારમાં અનેક પ્રવાસીઓ પણ ફંસાયા છે. જોકે આ સ્થિતિમાં જીૈાૌદ્બ ના ઉત્તરી વિસ્તારમાં આવેલી તિસ્તા નદીને કારણે નદીના કાંઠે આવેલા તમામ ઘર પત્તાની મહેલની જેમ ધરાશાહી થઈ ગયા હતાં. ત્યારે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ દ્વારા બચાવ કામગીરી કડક રીતે કરવાની સૂચના પાઠવવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિની લાશ મળી આવી છે. તે ઉપરાંત આ વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પણ કામ નથી કરી રહી.

જો કે, સિક્કીમમાં છેલ્લા ૨૪ ક્લલકથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારમાં વાહનવ્યવહાર પણ સદંતર રીતે ઠપ થઈ ગયો છે. તો પહાડી અને નદીની નજીક આવેલા વિસ્તારોમાંથી લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવ્યું છે. પોલીસ વિભાગ અને બચાવ કર્મીઓ ખડપગે નાગરિકો સાથે ઉભા છે. તે ઉપરાંત રાહત શિબિરની અંદર તમામ પ્રકારની પ્રાથમિક જરુરિયાતો શરણાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી છે. તે ઉપરાંત તીસ્તા નદીમાં સ્થિતિ બેકાબૂ થતાની સાથે તીસ્તાબાજારથી દાજિર્લિંગ જવાનો સંપૂર્ણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તો મળતી માહિતી અનુસાર, સિક્કીમ અને બંગાળના પહાડી જિલ્લાઓમાં વરસાદને કારણે સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ સિક્કીમમાં આવેલો રાષ્ટ્રીય માર્ગ ૧૦ પહેલાથી જ ભારે વરસાદને કારણે બંધ કરવાની જરૂર આવી પડી છે.

Follow Me:

Related Posts