ઉત્તર કોરિયાએ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલનું ચોથા તબક્કાનું પરીક્ષણ કર્યું
ઉત્તર કોરિયાએ લાંબા વિરામ પછી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. એન્ટી એરક્રાફ્ટ વિમાનના ચોથા તબક્કાનું પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ તંગદિલી વધારી છે. અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે આ પરીક્ષણથી સંઘર્ષ વધી શકે છે. દક્ષિણ કોરિયાના ડિફેન્સ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયાએ વિમાનને તોડી પાડતી મિસાઈલનું પરીક્ષણ કર્યું તેની રેન્જ ૪૦૦ કિલોમીટરની હોવાની શક્યતા છે. એ રશિયન મિસાઈલ એસ-૪૦૦ની ટેકનિક જેવી ક્ષમતા ધરાવે છે એવું કહીને દક્ષિણ કોરિયાના નિષ્ણાતોએ સંકેત આપ્યો હતો કે એસ-૪૦૦નું એસેમ્બલ મોડેલ ઉત્તર કોરિયાએ વિકસાવ્યું છે.
એનો અર્થ એ કે રશિયાએ ટેકનિક અને મટિરિયલ આપીને ઉત્તર કોરિયાને મદદ કરી હોય એવી પૂરી શક્યતા છે.દક્ષિણ કોરિયાએ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલનું ચોથા તબક્કાનું પરીક્ષણ કર્યું હતું. એ પરીક્ષણ પછી દક્ષિણ કોરિયા અને અમેરિકાએ પ્રતિક્રિયા આપી હતી અને આવા ઉશ્કેરણીજનક પરીક્ષણો ન કરવાની તાકીદ કરી હતી. જાેકે, પરીક્ષણ વચ્ચે પહેલી વખત કિમ જાેંગ ઉને દક્ષિણ કોરિયા સાથે સંબંધો સુધારવાનો સંકેત પણ આપ્યો હતો. બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રીએ પણ આ બંને બાબતો અંગે પ્રતિક્રિયા આપી હતી.
એન્ટોની બ્લિન્કને કહ્યું હતું કે અમેરિકા ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયાના સંબંધો સારા થાય તેની હંમેશાથી તરફેણ કરે છે, પરંતુ ઉત્તર કોરિયા યુએનના નિયમોનો ભંગ કરીને વારંવાર શસ્ત્રોનું પરીક્ષણ કરે છે તે યોગ્ય નથી. અમેરિકા તેનો વિરોધ કરે છે. આ બધા વચ્ચે કિમ જાેંગ ઉને દક્ષિણ કોરિયા સાથે સંબંધો સુધારવાની વાત કરીને સૌને ચોંકાવી દીધા છે. કિમ જાેંગ ઉને પાર્લામેન્ટમાં કહ્યું હતું કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે બંધ થયેલી હોટલાઈન સર્વિસ ફરીથી ચાલુ કરશે. એ કામ સંભવતઃ ઓક્ટોબર માસના પહેલા સપ્તાહમાં કરવાની કિમ જાેંગની ગણતરી છે. એ અંગે પ્રતિક્રિયા આપતા દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જાઈ ઈને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે ઘણાં મુદ્દા છે, જેની ચર્ચા થવી જાેઈએ. દક્ષિણ કોરિયા તો શાંતિ ઈચ્છે છે, પરંતુ એ માટે ઉત્તર કોરિયાએ પરીક્ષણો બંધ કરીને શાંતિનો માર્ગ અપનાવવો પડશે.
Recent Comments