રાષ્ટ્રીય

ઉત્તર કોરિયાએ ટ્રેન દ્વારા છોડી બે મિસાઈલ

ઉત્તર કોરિયાએ તેના પરીક્ષણોને લઈને દેશ પર નવા પ્રતિબંધો લાદવા બદલ અમેરિકન પ્રમુખ જાે બાઇડનના વહીવટ પર નિશાન સાધ્યું અને ચેતવણી આપી કે જાે યુએસ તેના સંઘર્ષાત્મક વલણને ચાલુ રાખશે તો તેની વિરુદ્ધ મજબૂત અને સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર કોરિયા તાજેતરના મહિનાઓમાં નવા મિસાઇલોના પરીક્ષણોને આગળ ધપાવી રહ્યું છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉન છૂટછાટો મેળવવા માટે વાટાઘાટોની ઓફર કરતા પહેલા મિસાઇલ પ્રક્ષેપણ અને અપમાનજનક ધમકીઓ સાથે પડોશી દેશો અને યુએસ પર દબાણ કરવાની અજમાયશ અને ટેકનીક તરફ પાછા જઈ રહ્યા છે.ઉત્તર કોરિયાએ નવા પ્રતિબંધોનો ભંગ કરીને બે રેલ્વે બોર્ન મિસાઇલો ફાયર કરીને યુએસને મોટો ફટકો આપ્યો હતો. સ્થાનિક મીડિયાએ શનિવારે આ માહિતી આપી હતી. દક્ષિણ કોરિયાના સૈન્યએ કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા શુક્રવારે બપોરે બે ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. બંને મિસાઇલો ટ્રેન દ્વારા છોડવામાં આવી હતી. કલાકો પછી, ઉત્તર કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્‌સ પર નવા પ્રતિબંધો તોડવા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો. એક ન્યુઝ એજન્સી અનુસાર, ઉત્તર કોરિયાએ સપ્ટેમ્બર ૨૦૨૧માં પહેલીવાર ટ્રેનમાંથી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી એ જણાવ્યું હતું કે આ ડ્રીલનો હેતુ મિસાઇલની ‘કાર્ય પ્રક્રિયાઓમાં નિપુણતા તપાસવા અને નક્કી કરવાનો’ હતો, જેમાં ઉમેર્યું હતું કે બે માર્ગદર્શિત મિસાઇલોએ પૂર્વ સમુદ્રમાં નિર્ધારિત લક્ષ્યને હિટ કરી હતી. ઉત્તર કોરિયાનો આ અહેવાલ દક્ષિણ કોરિયાની સૈન્યના નિવેદન બાદ આવ્યો હતો. દક્ષિણ કોરિયાના સિઓલના જાેઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું હતું કે શુક્રવારના પ્રક્ષેપણે ૩૬ કિલોમીટરની ઊંચાઈએ ૪૩૦ કિલોમીટર (૨૭૦ માઈલ)નું અંતર કાપ્યું હતું. ૫ અને ૧૧ જાન્યુઆરીએ હાઇપરસોનિક મિસાઇલના બે સફળ પરીક્ષણો બાદ આ મહિને ઉત્તર કોરિયાનું આ ત્રીજું હથિયાર પરીક્ષણ હતું. જાપાનના વડાપ્રધાન કાર્યાલય અને સંરક્ષણ મંત્રાલયે પણ કહ્યું કે તેમને ઉત્તર કોરિયાના આ પરીક્ષણ અંગે ખબર પડી અને આ નિશ્ચિત રૂપે અકે બેલેસ્ટિક મિસાઈલ હોવાનું જણાયું છે. જાપાનના કોસ્ટ ગાર્ડે એક સુરક્ષા એડવાઈઝરી જારી કરીને કહ્યું કે સંભવિત કોઈ વસ્તુ પડી હોઈ શકે છે. કોસ્ટ ગાર્ડે કોરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચે તેમજ પૂર્વ ચીન સમુદ્ર અને ઉત્તર પેસિફિક વચ્ચે કાર્યરત જહાજાેને વધુ માહિતીની દેખરેખ રાખવા વિનંતી કરી છે.

Related Posts