ઉત્તર કોરિયામાં પ્રથમવાર કોરોનાનો કેસ આવતા દેશવ્યાપી લોકડાઉન કર્યું
ઉત્તર કોરિયાએ પહેલીવાર અધિકૃત રીતે કોવિડના પ્રકોપની પુષ્ટિ કરી છે અને પહેલીવાર દેશમાં કોરોનાનો દર્દી મળ્યાનો દાવો પણ કર્યો છે. આટલા સમય પછી કોરોનાનો કેસ નોંધાતા તાનાશાહ કિમ જાેંગ ઉનના શ્વાસ અદ્ધર થઈ ગયા છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે સમગ્ર ઉત્તર કોરિયામાં લોકડાઉનની જાહેરાત કરી છે. સ્ટેટ મીડિયાના જણાવ્યા મુજબ ઉ.કોરિયામાં ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાયો છે. દેશની અધિકૃત ન્યૂઝ એજન્સી દ્ભઝ્રદ્ગછના રિપોર્ટ મુજબ દેશના ઈમરજન્સી રિસ્પોરન્સ ફ્રન્ડનું કહેવું છે કે દેશમાં આ સૌથી મોટી કટોકટીની ઘટના છે. લોકોને બચાવવા માટે મોટા ર્નિણય લેવાયા છે. દ્ભઝ્રદ્ગછ એ જણાવ્યાં મુજબ ફેબ્રુઆરી ૨૦૨૦માં કોરોનાની શરૂઆત થયા બાદથી બે વર્ષ અને ત્રણ મહિના સુધી સુરક્ષાના આકરા પગલાં લેવાયા આમ છતાં કોરોનાએ દેશમાં પગપેસારો કરી લીધો. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્યોંગયાંગના લોકોએ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો સામનો કર્યો છે. દેશમાં હાલ કોરોના ટેસ્ટિંગ ચાલુ છે. સંક્રમિત મળી આવેલ વ્યક્તિના સેમ્પલ ૮મેના રોજ લેવાયા હતા. કેસની પુષ્ટિ થયા બાદ કોરોનાને રોકવા માટે દેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કડક લોકડાઉન જાહેર કરાયું છે. કોરોના વાયરસે છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયાને હચમચાવી નાખી છે. લાખો લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં આ વાયરસ પહોંચ્યો નહીં હોય. જાે કે એક દેશ એવો પણ હતો જ્યાં હજું સુધી કોરોના વાયરસની એન્ટ્રી થઈ હોય તેવા સમાચાર નહતા. પરંતુ હવે આટલા સમય બાદ આ દેશમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. દેશમાં એવો તે હાહાકાર મચી ગયો છે કે વાયરસનો એક કેસ દેખાતા જ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થઈ ગઈ છે.
Recent Comments