ઉત્તર ગુજરાતમાં ૧ વર્ષમાં ૨.૪૫ કરોડનું ડ્રગ્સ પકડાયું
રાજસ્થાન સરહદથી ગુજરાતમાં ઘૂસી બ્લેક કલરની ગાડીમાં ડ્રગ્સનો મોટો જથ્થો સપ્લાય થવાનો છે તેવી અમદાવાદ એટીએસને બાતમી મળતા એટીએસએ સર્ચ કરતા રાજસ્થાનના બાડમેરથી મોરબીના માળિયા મીયાણા લક્ઝુરિયસ ગાડીમાં જથ્થો સપ્લાય થવાનો છે તેવી હકીકત મળી હતી. જેને પગલે એટીએસએ વોચ ગોઠવી હતી. જેમાં થરાથી ગાડીનો પીછો કર્યો હતો. સપ્લાયરોએ સાંતલપુર કમલ હોટલ નજીક ગાડી એન્ડોવર ( જીજે ૧૨ ડીએ.૬૬૬૨) ઉભી રાખતાની સાથે એટીએસના પીઆઈ રાહુલ રાજપુત, પીએસઆઇ વી.કે. ભૂલા સહિતની ટીમે ગાડી કોર્ડન કરી લીધી હતી અને અંદર બેઠેલા બંને શખ્સોને દબોચીલીધા હતા. તે વખતે આરોપીઓએ પોલીસના સકંજામાંથી ભાગવા માટે એટીએસના કર્મચારીઓને બચકા ભર્યા હતા છતાં પોલીસે તેમને મચક આપી ન હતી. ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટિકની બેગમાંથી સફેદ કલરનો માદક પદાર્થ મળી આવ્યો હતો. જેને પગલે એટીએસએ પાલનપુર એફએસએલની ટીમને તપાસ માટે બોલાવતા એફએસએલે કેફી પદાર્થની તપાસ કરતા મેથેડોન ડ્રગ્સનો જથ્થો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઘટનામાં સાંતલપુર પોલીસ અને પાટણ એસઓજીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં સાંતલપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને આરોપીઓને પકડી સાંતલપુર પોલીસ મથકે લાવવામાં આવ્યા છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં ડ્રગ્સનો જથ્થો મોરબીના અસલમઅને સાદિક બલોચ તેમજ અન્ય એક વ્યક્તિને આપવાનો હતો. આ જથ્થો રાજસ્થાનના નાગાણીના હમદ મમહેરે આપ્યો હતો તેવું જાણવા મળ્યું છે.
પરંતુ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક પાછળ કેટલા લોકો સંકળાયેલા છે તેની તપાસ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવશે. બનાસકાંઠાની અમીરગઢ પાટણની પીપરાળા અને કચ્છની આડેસર ચેકપોસ્ટ પસાર કરી ડ્રગ્સનો જથ્થો છેક મોરબી સુધી પહોંચાડવાનો હવોનું એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને રાજસ્થાની શખ્સોએ પોલીસને જણાવ્યું હતું. પાટણ શહેરના સાલવીવાડામાં રહેતા પટેલ રાકેશભાઇ મોહનભાઇ વીરચંદભાઇની અનાવાડા ગામની સીમમાં આવેલ માલિકીના ખેતરની ઓરડીમાં બાતમી આધારે પોલીસે તપાસ કરતાં સુકો ગાંજાે ૭૨૫ ગ્રામ કિ.રૂ. ૭૨૫૦ મળી આવ્યો હતો. સ્થળ ઉપરથી વજનકાંટો,એક મોબાઇલ, રોકડ રકમ રૂ. ૪૬૦૦ તથા ૩૦ હજારનું બાઈક મળા કુલ રૂ. ૪૪૪૧૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આરોપી રાકેશ પટેલ અને તેને ગાંજાે આપનાર ઠાકોર બળવંતજી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી રાકેશ ની અટકાયત કરી બળવંત ઠાકોરની શોધખોળ હાથ ધરી હતી.રાજસ્થાનથી કાઠિયાવાડના મોરબી માળીયા મીયાણા સપ્લાય કરવામાં આવી રહેલા એમડી ડ્રગ્સના જથ્થાની લક્ઝુરિયસ ગાડીમાં હેરાફેરી કરતા રાજસ્થાનના બે શખ્સોને અમદાવાદ એટીએસની ટીમે સાંતલપુર નેશનલ હાઈવે પર કમલ હોટલ નજીકથી દબોચી લીધા હતા. તેમની પાસેથી રૂ. ૧૯.૭૬ લાખનો ૧૯૭.૭૬ ગ્રામ જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. બંને શખ્સોની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં ૧૬૫૮.૭૨૫ કિલોગ્રામ એમડી, ગાંજાે, ચરસ, પોષડોડા, હેરોઇન અને અફિણનો જથ્થો જપ્ત કરાયો છે. જેની કુલ કિંમત રૂ.૮,૪૯,૭૯,૬૬૦ થાય છે. જેમાં સૌથી વધુ રૂ.૬૭,૧૦,૪૦૦ નું ૪૪.૭૩૬ કિલો ચરસ ઝડપાયું છે. આ ઉપરાંત રૂ.૫૮.૫૨ લાખનું ૫૮૪.૭૬૦ ગ્રામ એમડી, રૂ.૬૫,૧૫,૪૮૮ કિંમતનો ૬૫૧.૨૮૦ કિલો ગાંજાે, રૂ.૧૯,૨૯,૮૭૨ નું ૬૪૪.૭૬૪ કિલો પોષડોડા, રૂ. ૪,૦૮,૭૦૦ ની કિંમતનું ૪૦.૮૭ ગ્રામ હેરોઇન અને રૂ.૩૧,૭૩,૨૦૦ નું ૩૧૭.૩૨૦ કિલો અફીણ જપ્ત કરાયું છે.
Recent Comments