ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આજે ૫૧૫ કોલેજાે છે
યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે ૪૨ સંલગ્ન કોલેજ હતી. અને પાંચ ગ્રાન્ટેડ વિભાગો મંજુર થયા હતા જેની કુલ સંખ્યા ૨૩૭૮૦ હતી. આજે ૫૧૫ કોલેજાે કેમ્પસમાં ૧૯ વિભાગો મળી અંદાજે યુનિના નેતૃત્વમાં ૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેવુ રજિસ્ટ્રાર ડી.એમ.પટેલે.જણાવ્યું હતું. યુનિવર્સિટી શરૂ થાય ત્યારે વહીવટ અને કેમ્પસના વિભાગોમાં સરકારે ૧૫૬નો મહેકમ મંજૂર કર્યો હતો. જેમાંથી ૧૨૪ કર્મચારીઓ ભરાયા હતા. ધીમે ધીમે સંલગ્ન કોલેજાેના જાેડાણ વધતા સ્ટાફનો વધારો થવા પામ્યો છે. હાલમાં કાયમી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ અને કરાર આધારિત મળી ૪૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ પડી ઉત્તર ગુજરાતનું સૌથી મોટું શિક્ષણધામ ગણાતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ૧૯૮૬માં ફક્ત ૪૨ કોલેજમાં સાથે કુલપતિ ડૉ.કુલીનચંદ્ર યાજ્ઞિકના નેતુત્વમાં શરૂ થઈ હતી. ૩૫ વર્ષની સફરમાં યુનિ સંલગ્ન ૫૧૫ કોલેજાે સાથે જાેડાણ ધરાવનાર બની છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કોલેજ સાથે જાેડાણ ધરાવનારી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો શૈક્ષણિક ક્ષેત્રમાં એક ગૌરવશાળી રેકોર્ડ થતા યુનિવર્સિટીના સત્તાધીશો અને કર્મચારીઓમાં આનંદની લાગણી જાેવા મળી હતી. યુનિવર્સિટી સંલગ્ન દર વર્ષે અનેક નવી કોલેજાેનો આરંભ થાય છે. ગતવર્ષ ૨૦૨૦ -૨૧ ના આંકડા જાેઈએ તો ૪૧૦થી ૪૨૦ જેટલી સંલગ્ન કોલેજાે જાેડાણ ધરાવતી હતી. ત્યારે નવીન શૈક્ષણિક વર્ષમાં સરકારની સૂચના મુજબ સેનેટરી ઈન્સ્પેક્ટર અને ફાયર સેફ્ટીની કોલેજાે તેમજ રૂટિન આર્ટ્સ, કોમર્સની નવીન ૧૦૦ કોલેજાેને મંજૂરી આપી હતી. રાજ્યમાં યુનિવર્સિટીઓ ૪૦૦થી ૫૦૦ કોલેજાે આસપાસ જ જાેડાણ ધરાવતી હોય ૫૧૫ કોલેજાેનું જાેડાણ કરતા રાજ્યમાં સૌથી વધુ કોલેજાેથી જાેડાણ ધરાવનાર બની છે. યુનિવર્સિટીના જૂના કર્મચારીઓ પૈકીના એક કર્મચારી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડી.એમ.પટેલ છે. જેવો ૧૯૯૬માં સિસ્ટમ એનાલિસ્ટ તરીકે લાગેલા હતા.ત્યારબાદ ૨૦૧૦થી સતત ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. આજ સુધી તેમના ઉપર ગેરરીતિ મામલે સીધો કે પરોક્ષ રીતે કોઈ આક્ષેપ લાગેલ ન હોય યુનિના વિકાસમાં સિંહફાળો હોય કર્મચારીઓમાં સન્માનની લાગણી જાેવા મળી રહી છે.
Recent Comments