ઉત્તર પશ્ચિમનો પવન રહેવાની સંભાવના : હવામાન વિભાગે આગાહી કરી
ઉત્તરાયણને લઈ પતંગ રસિયાઓ તૈયાર છે? શનિવારથી જ આમ તો ઉત્તરાયણ જેવો માહોલ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક શહેરોમાં જામ્યો છે. આમ આવતીકાલે રવિવારનો દિવસ હોઈ ધાબા પર જબરદસ્ત ઉત્સાહનો દરિયો જાેવા મળશે. આ દરમિયાન પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે પણ સમાચાર સારા આપ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલે રવિવારે એટલે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન રહેવાની સંભાવના છે. એટલે કે ઉત્તરનો પવન રહેશે. જે પતંગ રસિકો માટે અનુકૂળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આગાહી મુજબ પવન સામાન્ય રહી શકે છે. જાેકે બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહી શકે છે.
Recent Comments