fbpx
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશના કાનપુરમાં બુલડોઝર એક્શન દરમિયાન માતા-પુત્રી બળી ગયા, અનેક ઓફિસરો પર FIR

ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામીણમાં અતિક્રમણ હટાવવા દરમિયાન માતા-પુત્રીનું જીવતા બળી જવાથી મોત નિપજ્યું. આ ઘટના પર હવે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. કાનપુર ગ્રામીણના મૈથા તહસીલના મડૌલી પંચાયતના ચાહલા ગામમાં ગ્રામ સમાજની જમીન પરથી કબજાે હટાવવા પહોંચેલી પોલીસ અને પ્રશાસનિક ઓફિસરોની સામે જ ઝૂંપડીની અંદર માતા-પુત્રી જીવતા બળી ગયા. જાે કે બંનેને બચાવવાના પ્રયત્નોમાં ગૃહસ્વામી તથા રુરા ઈન્સ્પેક્ટર પણ ઝૂલસી ગયા. સપા, કોંગ્રેસના નેતાઓ પીડિત પરિવારને મળવા માટે પહોંચી રહ્યા છે. અત્રે જણાવવાનું કે મૃતકની માતા પ્રમિલા, અને પુત્રીના મોતની સાથે સાથે પતિ કૃષ્ણ ગોપાલ દીક્ષિત પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

કાનપુર રેન્જના આઈજી, એડીજી સહિત કમિશનર રાજ શેખર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાત જાણે એમ છે કે કાનપુર ગ્રામીણમાં પ્રશાસન સરકારી જમીન પરથી ગેરકાયદેસર કબજાે હટાવવા માટે પહોંચ્યું હતું. પરંતુ જે ઘરને પાડવામાં આવી રહ્યું હતું કે લોકો પોતાની જાતને આગ લગાવવાની ધમકી આપતા હતા. ત્યારે પ્રદર્શન દરમિયાન જ અચાનક ત્યાં આગ લાગી ગઈ જેમાં માતા પુત્રીના જીવતા ભૂંજાઈ જવાથી મોત નિપજ્યા. અને પરિવારે લગાવ્યા આ આરોપ? જાણો કયો લગાવ્યો છે આરોપ.. ગણતરીના સમયમાં કાનપુર દેહાતથી લઈને કાનપુર નગર સુધી અધિકારીઓનો કાફલો ગામમાં પહોંચીને તેને છાવણીમાં ફેરવી દીધુ. મીડિયા રિપોર્ટ મુજબ પીડિત કૃષ્ણ કુમાર દીક્ષિતનું કહેવું છે કે તેમનો પરિવાર ઘણા લાંબા સમયથી આ ભૂમિ પર રહે છે.

આ કારણે તેમના પરિવારના જ સંબંધીઓ તેમનો વિરોધ કરતા આવ્યા છે અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મિલિભગત કરીને તેમણે તેમની ઝૂંપડીમાં આગ લગાવી દીધી. જેના કારણે તેમની પુત્રી અને પત્ની આગમાં બળીને મોતને ભેટ્યા. બીજી બાજુ મોડી રાત સુધી પ્રશાસન પરિવારને સમજાવવાની કોશિશ કરતું રહ્યું અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો પ્રયત્ન કરતું રહ્યું. અને જાણો કે શું હતી પરિવારની માંગણી?.. પીડિતોએ પ્રશાસન સામે માંગણી પત્ર રજૂ કર્યું છે. જેમાં ૫ કરોડના વળતરની માંગણી કરાઈ છે. ઘરના બે સભ્યોને સરકારની નોકરીની માંગણી, પરિવારને આજીવન પેન્શન, મૃતકના બંને પુત્રોને સરકાર તરફથી ઘરની માંગણી કરાઈ છે.

મુખ્યમંત્રી યોગી પાસે તત્કાળ ન્યાય માટે મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે. અને કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં એસડીએમ મૈથા, પોલીસ મથક ઈન્ચાર્જ રૂરા, લેખપાલ, કાનૂન ગો, ૩ અન્ય લેખપાલ, અશોક દીક્ષિત, અનિલ દીક્ષિત, ર્નિમલ દીક્ષિત, વિશાલ, જીસીબી ડ્રાઈવર વગેરે સહિત ૧૧ નામજાેગ અને ૧૨ અજાણ્યા લોકો વિરુદ્ધ કલમ ૩૦૨, ૩૦૭, ૪૩૬, ૪૨૯, ૩૨૩, ૩૪ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ હતો જમીન વિવાદ.. જાણો.. મડૌલી ગામ રહીશ ગેદનલાલે ગામના જ કૃષ્ણ ગોપાલ દીક્ષિત, અંશ દીક્ષિત, શિવમ વગેરે વિરુદ્ધ જમીન પર કબજાે કરીને મકાન બનાવવા અંગે ફરિયાદ કરી હતી.

જેના પર ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ એસડીએમ મૈથાના નિર્દેશ પર રાજસ્વ નીરિક્ષક નંદ કિશોર, લેખપાલ અશોક સિંહ ચૌહાણે જેસીબીથી મકાન પાડી દીધુ હતું. ૧૪ જાન્યુઆરીના રોજ તહસીલદાર અકબરપુર રણવિજય સિંહે કૃષ્ણ ગોપાલ, પ્રમિલા, શિવમ, અંશ, નેહા શાલિની તથા વિહિપ નેતા આદિત્ય શુક્લા તથા ગૌરવ શુકલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. હાલના સમયમાં ત્યાં લોકો કાચા છાપરાના મકાનમાં રહેતા હતા. તેને જ હટાવવા માટે પ્રશાસનિક ઓફિસરોની ટીમ પોલીસ દળ સાથે પહોંચી હતી.

Follow Me:

Related Posts