ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના એક ગામમાં પરસ્પર વિવાદ બાદ છ લોકોની હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ જૂની અદાવત અને જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે. ૬ લોકોની હત્યા બાદ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ૬ લોકોની હત્યાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પીડિતાના પરિવાર અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર મામલો દેવરિયા જિલ્લાના રૂદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસેના ફતેહપુર ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બે પરિવારો વચ્ચે અંદરો અંદર છેલ્લા ઘણા સમયથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ કારણોસર પરસ્પર દુશ્મનાવટ હતી. મૃતકોમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્યોનો પણ સમાવેશ થાય છે..
હાલમાં માહિતી સામે આવી છે કે ફતેહપુરના લહેરા ટોલામાં સોમવારે સવારે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રેમ યાદવને માર મારવામાં આવ્યો હતો. પ્રેમ યાદવની હત્યા બાદ એકત્ર થયેલ ભીડ આરોપીના ઘરે પહોંચી અને બદલો લેવા માટે આરોપી સત્યપ્રકાશ દુબેને ઘરની બહાર ખેંચી લાવી હતી અને ત્યાં તેને મારી નાખ્યો. ટોળું તેમના ગુસ્સામાં અહીં ન અટક્યું અને સત્યપ્રકાશ દુબેના પરિવારના બે નિર્દોષ લોકોની, એક મહિલા અને અન્યની હત્યા કરી નાખી છે. ઘટના બાદ સમગ્ર ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલમાં માહિતી સામે આવી છે કે ફતેહપુરના લહેરા ટોલામાં સોમવારે સવારે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રેમ યાદવને માર મારવામાં આવ્યો હતો.
Recent Comments