ઉત્તર પ્રદેશના મેરઠમાં યુવકનો યુવતી પર બળજબરી પ્રયાસ, યુવતીએ આરોપીનો કર્યો સામનો
યુવતીને એકલી જાેઈને યુવકે તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પરંતુ હિંમતવાન યુવતીએ પોતાના બચાવમાં યુવકના હોઠને તેના દાંતથી કાપી લીધો અને પછી આરોપીનો સામનો કર્યો છે. યુવતીએ બુમાબુમ કરતાં અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવકને યુવતીની ઈજ્જત પર હાથ નાખવો ભારે પડી ગયો છે. યુવતીએ તેના પર બળાત્કારનો પ્રયાસ કરનાર વ્યક્તિનો હોઠ કાપી નાખ્યો હતો. હાલ પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ સાથે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. જિલ્લાના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અઝોન્ટાના જંગલમાં શનિવારે બપોરે એક છોકરી ખેતરમાં કામ કરી રહી હતી. તેણીને એકલી જાેઈને ત્યાંથી પસાર થઈ રહેલા યુવકે અશ્લીલ હરકતો શરૂ કરી દીધી હતી. યુવકે બળજબરીથી યુવતીને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો, જેના પર બહાદુર યુવતીએ હિંમત બતાવતા યુવકના એક હોઠને તેના દાંતથી કાપી નાખ્યો અને આરોપીનો સામનો કર્યો. હોઠ કપાઈ જવાથી યુવક લોહીલુહાણ થઈ ગયો અને પીડાથી બૂમો પાડવા લાગ્યો.
બીજી તરફ યુવતીએ પણ ચીસો પાડતા આસપાસના લોકો ત્યાં આવી ગયા હતા. લોકોએ આરોપી યુવકને પકડીને પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. તેના હોઠનો ટુકડો પણ ત્યાં જ પડ્યો હતો. પોલીસે તેને એક પેકેટમાં સીલ કરીને આરોપીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ મોહિત સૈની તરીકે થઈ છે. યુવક થાણા ઈંચોલીના લવાડ વિસ્તારનો રહેવાસી છે. પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ સમયે દૌરાલા પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય શર્માનું કહેવું છે કે, યુવતી તેના ખેતરમાં કામ કરતી હતી. એક ર્નિજન જગ્યા હતી. યુવક પગપાળા જતો હતો અને તેણે જઈને યુવતી સાથે અશ્લીલ હરકતો શરૂ કરી હતી. યુવકે યુવતીને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. બદલામાં, છોકરીએ તેના હોઠ તેના દાંતથી કાપી નાખ્યા. જેમાં પીડિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે અને યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવકની સારવાર ચાલી રહી છે.
Recent Comments