ભાવનગર

ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઠાડચમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો

ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઠાડચમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો. મફત સેનેટરી પેડનું વિતરણ કરવામાં કરીને આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ધ રોટરી ક્લીબઃ ઓફ  બોમ્બે જુહુ બીચ તેમજ ડૉ.મોનાબેન અમિતભાઈ શાહ  – ડિસ્ટ ઓફિશ્યિલ ના સહયોગ થી અને દાતાશ્રી ડૉ. નરેન્દ્રભાઈ દોશી  સાન ડિએગો- અમેરીકા તરફથી પાલિતાણા તાલુકાની 11 શાળાઓ ની 1180 દીકરીઓને 1 વર્ષ માટેના સેનેટરી પેડ ફ્રીમાં આપવામાં આવ્યાં.

તે અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ  ધર્મિષ્ઠાબેન દવે અને  નિરજ દવે હાજર રહી  બુનિયાદી વિદ્યાલય ઠાડચમાં હાજર રહી મોટીવેશન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીનીના સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી અને મહિલા સશક્તિકરણ અને સમાજ ની રીત વાત સાથે ખૂબ ચર્ચાઓ કરવામાં આવી. અને આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા ની આરોગ્ય સેવાઓની પણ વાત રજૂ કરવામાં આવી .અને શ્રી લાપાળિયા હાઈસ્કૂલ અને શ્રી કેજીબીવી શેત્રુંજી ડેમમાં પણ આ કાર્યક્રમ સફળ બનાવવા માટેનો પ્રયત્ન થયો હતો. શ્રી ધર્મિષ્ઠાબેન દવે એ બહેનોને મોટીવેશન પૂરું પાડ્યું હતું.

Related Posts