રાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં ધુમ્મસની સાથે ઠંડીનો અહેસાસ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તરમાં જમ્મુ-કાશ્મીરના પહાડો પર દેખાવા લાગી યુપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો ઉત્તર ભારતમાં બુધવારથી અચાનક હવામાન બદલાયું હતું અને ધુમ્મસની સાથે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. મંગળવારે મોડી રાતથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તરમાં જમ્મુ-કાશ્મીરના પહાડો પર દેખાવા લાગી છે. પહાડોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જાેવા મળી રહી છે. આગામી થોડા દિવસો બાદ દિવસ દરમિયાન પણ ઠંડી લોકોને પરેશાન કરશે. યુપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં ઠંડી વધવાની પ્રબળ શક્યતા છે.

બુધવારે દિલ્હી સહિત ઉત્તર ભારતનો મોટો વિસ્તાર અચાનક જ ગાઢ ધુમ્મસથી ઘેરાઈ ગયો હતો. પહેલા લોકોને લાગ્યું કે તે ધુમ્મસ છે, પરંતુ વાસ્તવમાં તે ધુમ્મસ નથી, પરંતુ ધુમ્મસ સાથે પ્રદૂષણનું મિશ્રણ છે. દિલ્હીમાં હાજર ધુમ્મસ ગુજરાત અને રાજસ્થાન તરફથી આવતા પવનને કારણે છે. બુધવારે પહેલીવાર દિલ્હીમાં સરેરાશ છઊૈં ગંભીર શ્રેણીમાં પહોંચ્યો હતો, જે ૪૧૮ હતો. જહાંગીરપુરીમાં છઊૈં દિવસ દરમિયાન ૯૯૯ પર પહોંચી ગયો હતો. જેના કારણે બાળકોથી લઈને વળદ્ધો સુધીના દરેકને સ્વાસ્થ્ય જાેખમનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરનું પ્લેન મંગળવારે લુધિયાણામાં લેન્ડ ન કરી શકયું તેના બીજા દિવસે બુધવારે પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. ઉલટું પરિસ્થિતિ વધુ વણસી ગઈ.

વધુ પડતા ધુમ્મસના કારણે રાજ્ય ગેસ ચેમ્બર બની ગયું છે. રાજ્યના મોટાભાગના શહેરોને ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે વિઝિબિલિટી ઓછી થવાની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ગુજરાતમાં તારીખ ૧૭ થી ૨૦ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉતરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે ગરમીમાં ઘટાડો નોંધાશે. ઉતર ગુજરાતના ભાગોમાં હવે ન્યુનતમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ થઇ શકે. ઘઉંના પાક માટે તાપમાન હાલ અનુકુળ નથી હાલ વાવણી થાયતો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. હિમવર્ષાને કારણે રાજયમાં ઠંડીની લહેર આવશે.હવામાન ખાતાના તાજા અપડેટ મુજબ આવતા ૫ દિવસમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા પોંડીચેરીમાં ભારે વરસાદની સંભાવના છે. તટિય આંધ્રપ્રદેશમાં ૧૮મીએ, કેરળમાં ૧૯મી સુધી અને દક્ષિણ આંતરીક કર્ણાટકમાં ૧૮મી સુધીમાં વરસાદ થઇ શકે છે. ત્યારે પંજાબ, હિમાચલ, રાજસ્થાન, યુપી હરિયાણા, બિહાર, ઝારખંડ, બંગાળ, સિક્કિમ સહિત અનેક રાજયોમાં ગાઢ ધુમ્મસ છવાવાની ચેતવણી આપવામાં આવી છે. જયારે જમ્મુ કશ્મીરમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ગુરેજ વેલી, ગુલમર્ગ અને સોનમર્ગમાં બરફ વર્ષા થવાથી ઠંડી વધી છે

Related Posts