શુક્રવારે રાત્રે ૧૧ઃ૩૨ કલાકે દિલ્હી-દ્ગઝ્રઇ સહિત સમગ્ર ઉત્તર ભારત મજબૂત ભૂકંપથી હચમચી ગયું હતું. આ ભૂકંપની તીવ્રતા ૬.૪ હતી અને તેનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ૬.૪ની તીવ્રતાના આ ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી-દ્ગઝ્રઇ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન એ છે કે ઉત્તર ભારતની ધરતી વારંવાર કેમ ધ્રૂજે છે અને અહીં ભૂકંપના આટલા આંચકા શા માટે અનુભવાય છે? તમને જણાવી દઈએ કે દિલ્હી-દ્ગઝ્રઇ અને સમગ્ર ઉત્તર ભારતમાં વારંવાર ભૂકંપ આવે છે કારણ કે આ ભૂકંપ ઝોન-ૈંફ માં આવે છે. ભૂકંપનું જાેખમ ઝોન-ૈંફ અને ઝોન-ફમાં સૌથી વધુ છે…
તમને જણાવી દઈએ કે બે વિશાળ ટેક્ટોનિક પ્લેટની સરહદ પર સ્થિત હોવાને કારણે, ઉત્તર ભારતથી ઉત્તર-પૂર્વ ભારત સુધી વિસ્તરેલા હિમાલયના ક્ષેત્રમાં વારંવાર ભૂકંપ આવે છે. આ પ્લેટોના અથડામણથી ભારત અને નેપાળ બંનેમાં ભૂકંપ આવે છે. નેપાળ અને હિમાલયના ક્ષેત્રમાં જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે દિલ્હી અને ઉત્તર ભારતને તેનો સામનો કરવો પડે છે. ભારત ચાર ઝોનમાં વહેંચાયેલું હતું.. જે વિષે જણાવીએ, ભારત ચાર સિસ્મિક ઝોનમાં વિભાજિત થયેલ છે, જેમ કે ઝોન-ૈંૈં, ઝોન-ૈંૈંૈં, ઝોન-ૈંફ અને ઝોન-ફ. વાસ્તવમાં, ઝોન-ફ માં ઉત્તર-પૂર્વીય ભારતનો ભાગ સામેલ છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં કચ્છ વિસ્તાર, ઉત્તર બિહારનો કેટલોક ભાગ અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો કેટલોક ભાગ આ ઝોન હેઠળ આવે છે. અહીં ભૂકંપનું જાેખમ વધારે છે. જાે ઝોન-ૈંફ વિશે વાત કરીએ તો, આ ઝોનમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, સિક્કિમ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.



















Recent Comments