ઉદયપુરની ઘટના બાદ એક ટ્વીટમાં નેધરલેન્ડના સાંસદ ર્ગિટ વિલ્ડર્સે કહ્યું કે ‘ભારત, હું તમને એક મિત્ર માનીને કહી રહ્યો છું, અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ થવાનું બંધ કરી દો. જેહાદીઓ, આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે હિન્દુત્વની રક્ષા કરો. ઈસ્લામના તૃષ્ટિકરણ ન કરો નહીં તો તેની કિંમત ચૂકવવી પડશે. હિન્દુઓને એવા નેતાઓની જરૂર છે જે તેમની સો ટકા રક્ષા કરે.’ ર્ગિટ વિલ્ડર્સે નુપુર શર્માના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે આ ખુબ હાસ્યાસ્પદ છે કે જ્યારે નુપુર શર્માએ સાચુ કહ્યું તો અરબ અને ઈસ્લામિક દેશો ભડકેલા છે. ર્ગિટ નેધરલેન્ડના એક દક્ષિણપંથી નેતા છે અને પાર્ટી ફોર ફ્રિડમના સંસ્થાપક છે. તેઓ હાલ સાંસદ છે. છાશવારે ઈસ્લામની આલોચના કરે છે.
તેમને અનેકવાર ધમકીઓ પણ મળી ચૂકી છે. તેમણે પોતાના દેશમાં મસ્જિદો બંધ કરાવવાની પણ માંગણી કરી હતી. ર્ગિટના આલોચક તેમને નેધરલેન્ડના ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. તેમના આક્રમક ટિ્વટ્સના કારણે ટિ્વટરે અસ્થાયી રીતે તેમનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યું હતું. ઉદયપુરમાં કન્હૈયાલાલની ધોળે દિવસે તાલિબાન સ્ટાઈલમાં કરાયેલી ર્નિમમ હત્યાથી માત્ર દેશની અંદર જ નહીં પરંતુ વિદેશમાં પણ ખળભળાટ મચી ગયો છે અને વિરોધ શરૂ થયો છે. નેધરલેન્ડના સાંસદ ર્ગિટ વિલ્ડર્સે આકરા શબ્દો આ ઘટનાની ટીકા કરી છે. અત્રે જણાવવાનું કે જે સમયે દુનિયાભરના દેશ નુપુર શર્માના નિવેદનની ટીકા કરી રહ્યા હતા ત્યારે ગિર્ટે નુપુરના સમર્થનમાં પોસ્ટ કરી હતી. હવે તેમણે કહ્યું કે કટ્ટરવાદ, આતંકવાદ અને જેહાદીઓથી હિન્દુત્વને બચાવવું જરૂરી છે.
Recent Comments