fbpx
રાષ્ટ્રીય

ઉદયપુર હત્યા કેસમાં કાનપુર કનેક્શન સામે આવતા એનઆઈએની ટીમ એકશનમાં

રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યાના મામલે તપાસ તેજ થઈ છે. તપાસ એજન્સી દ્ગૈંછ ની ટીમ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહોંચી છે. આ હત્યા આતંકી ષડયંત્રના હેઠળ થઈ હોવાના શંકાને પગલે દ્ગૈંછ ને દાવત-એ-ઈસ્લામી પર ગાળિયો કસ્યો છે. કાનપુરમાં દાવત-એ-ઈસ્લામીની મરકજ છે. આરોપી મોહંમદ રિયાઝ આ સંસ્થાન સાથે જાેડાયેલો હતો. આ સંગઠનનુ મુખ્યાલય પાકિસ્તાનમાં છે અને ક્યાંકને ક્યાંક ભારતમાં હિંસા ફેલાવવાના તાર આ સંસ્થા સાથે જાેડાયેલા છે. કન્હૈયા લાલની હત્યા બાદ રિયાઝે સોશિયલ મીડિયા પર જે રીતે વીડિયો જાહેર કર્યો હતો, તેના બાદ દાવત-એ-ઈસ્લામી સંગઠન શંકામાં ઘેરામાં આવી ગયુ છે. કાનપુર પોલીસને દાવત-એ-ઈસ્લામીના સંચાલક સરતાજની શોધ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, તેના ઘર પર પૂછપરછ થઈ શકે છે. કાનપુર પોલીસે મદદ માદે દ્ગૈંછ નો સંપર્ક કર્યો છે. સરતાજ તલાક મહમનો રહેવાસી છે. મુસ્લિમ વિસ્તારોમાં આ સંગઠનના અંદાજે ૫૦ હજાર સમર્થક છે. દાવત-એ-ઈસ્લામીના સૌથી પહેલા મરકજ કર્નલગંજ સ્થિત એક મસ્જિદમાં હતું. ત્યાર બાદ કર્નલગંજ ક્ષેત્રના જ લકડમંડી વિસ્તારમાં એક મસ્જિદમાં બનાવવામાં આવ્યુ હતું. પોલીસની ટીમ કુલ ૪ મદરેસામાં ગઈ હતી, જેમાં એક કાનપુરમાં અને ત્રણ ઉન્નાવમાં છે.

Follow Me:

Related Posts