ઉધના વિસ્તારમાં એપાર્ટમેન્થની પ્રથમ માળની ગેલેરીનો ભાગ ધરાશાયીઃ કોઇ જાનહાનિ નહિ
સુરત ઉધના વિસ્તારની એક જર્જરિત એપાર્ટમેન્ટના પ્રથમ માળની ગેલેરી ધડાકાભેર તુટી પડતા ભયનો માહોલ સર્જાયો હતો. જાે કે સદનસીબે સવારના સમયે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો ત્યારે નીચે કોઈ ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સલામત રીતે બહાર કઢાયા હતાં.
જર્જરીત બિલ્ડીંગની ગેલેરીનો ભાગ પડતાં નાસભાગ અને અફરા તફરી મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગ વર્ષો જૂની જર્જરીત છે. લક્ષ્મી એપાર્ટમેન્ટનો ગેલેરીનો ભાગ તૂટી પડયા બાદ આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. તૂટી પડેલી બિલ્ડીંગના કાટમાળનો ભાગ વાહન પર તૂટી પડતા અનેક વાહનોને નુકસાન થયું હોય એમ કહી શકાય છે.
લક્ષ્મી બિલ્ડીંગની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો.
જેથી નીચે કરિયાણાની દુકાનના માલિક સહિતમાં ભય ફેલાયો હતો.પાલિકાને જાણ થતાં પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.દુર્ઘટના બાદ પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
Recent Comments