fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉનાના ખાપટ ગામ નજીક કાર પલ્ટી મારી જતા પાંચ મુસાફરો ઘાયલ થતા 108 માફકે ખસેડાયેલ

  ઉનાના ખાપટ ગામ નજીક કાર પલ્ટી મારી જતા પાંચ મુસાફરો ઘાયલ થતા 108 માફકે ખસેડાયેલ
ઉનાના ખાપટ ગામ નજીક કાર પલ્ટી જતા પાંચ મુસાફરો ઘાયલ
રસ્તાઓમાં મોટા  તાડીયાના ઝાડ ને કારણે રસ્તાઓમાં અડચણરૂપ બને છે જેના કારણે રસ્તાઓ ટૂંકા થયા છે જેને અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે આજે

ઉના તાલુકામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે તેવા સંજોગોમાં તાલુકાના માર્ગો રકતરંજિત બની જવા પામ્યા છે ત્યારે ઉનાના ખાપટ ગામના નાળા નજીક જી.જે.૩૬-આર. ૭૪૩૯ નંબર વાળી કાર ઉના થી ગીર ગઢડા તરફ જતી વખતે ચાલકે કાબૂ ગુમાવતા કાર પલ્ટી જતા ગમખ્યાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧ વ્યકિતને ગંભીર ઇજાઓ તથા અન્ય ૪ લોકોને સામાન્ય ઇજાઓ થતા તમામને ૧૦૮ની મદદ થી     ઉના હોસ્પિટલ ખસેડાયા હતા. ઉના ગીર ગઢડા રોડ પર રક્ષિત રાવલ તાડના થડ વાહન ચાલકોને નડતર રૂપ હોય જે રસ્તાઓ પર અવાર નવાર     અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે માર્ગ-મકાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા નડતર રૂપ રક્ષિત રાવણ તાડના થડ દૂર કરવામાં આવે તે જરૂરી છે.

Follow Me:

Related Posts