સૌરાષ્ટ - કચ્છ

ઉનાના નો નામચીન બુટલેગર ખંડણી લોટ જેવા અનેક ૮ ગુનાઓમાં સડોવાયેલૉ સાજીદ ઉર્ફે અબડો ને પાસા હેઠળ ધકેલતી ક્રાઈમ બ્રાન્ચ

ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ જાળવવાના ભાગરૂપે લુંટ, ખુન કોશીષ, ફાયરીંગ, અપહરણ, ખંડણી જેવા ૦૮ થી વધુ ગુનાઓ આચરનાર વધુ એક ભયજનક માથાભારે ઇસમને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ   જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન જાડેજા સાહેબ નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભયજનક અને અસામાજીક તત્વો પર કડક કાર્યવાહીના કરવા સારૂ આવા ઇસમો વિરૂધ્ધ પાસા જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ,   વેરાવળ ડીવીઝન, વેરાવળના એ.એસ.પી.શ્રી ઓમ પ્રકાશ જાટ સા.ના માર્ગદર્શન હેઠળ ઉના પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.યુ.મસી તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફત ગૌર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આર.જી.ગોહીલ સાહેબ તરફ મોકલતા, તેઓશ્રી દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ભયજનક ઇસમ જીસાન ઉર્ફે અબાડો મુખ્તારભાઇ બ્લોચ જાતે મકરાણી રહે, નીચલા રહીમનગર, ઉના વાળાઓ વિરૂધ્ધ તા.૩૦/૦૪/૨૦૨૨ ના રોજ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ,   જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળા ઇસમને ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી કે.જે. ચૌહાણ, એ.એસ.આઇ. લતાબેન પરમાર, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ કછોટ, હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, ભાવસિંહ સિસોદીયા, દેવીબેન રામ, પો.કોન્સ. ઉદયસિંહ સોલંકી, સંદિપસિંહ ઝણકાટ, ડ્રા.પો.કોન્સ. વિરાભાઇ ચાંડેરા, ગોપાલ મકવાણા નાઓએ વોચમાં રહી પકડી પાડી સેન્ટ્રલ જેલ ભુજ ખાતે મોકલી આપેલ છે.

Related Posts