ઉનાના સનખડાની બજારમાં પાણી ભરાતા ગંદકીથી લોકો પરેશાન ગ્રામ પંચાયત દ્વારા અવાર-નવાર રજુઆત છતાં કોઇ પગલા નહીં, તાકીદે કાર્યવાહી કરવા માંગ
ઊનાના સનખડા ગામમાં આવેલ મેઇન બજારમાં સતત પાણી નિકળતુ હોવાથી ગંદકી ફેલાતી હોય જેના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે તેમજ અહીં વેપારીઓની આવેલ પડી હોય આ બાબતે વેપારી એસોસીયેસન દ્રારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરેલ છે. સનખડા ગામની હનુમાન ગલી વિસ્તારમાંથી ૨૪ કલાક પાણી નિકળતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં સતત પાણી વ્યર્થ જતુ હોય અને રસ્તા પર પાણી સતત પસાર થાય છે. જેથી રસ્તા પર ફીટ કરેલા બ્લોક પણ ઉખડી જતાં હોય અને લોકોની સતત અવર જવર થતી હોય ત્યારે પાણીના કારણે ગંદકી ફેલાતી હોવાથી લોકોના કરેલ છે. આરોગ્યને ગંભીર અસર પડી રહી છે. આથી આ વિસ્તારમાં પાણીનું કનેક્શન તાત્કાલીક બંધ કરી દેવા તેમજ પાણીનો નિકાલ કરાવવા માંગ કરેલ છે. આ વિસ્તારના લોકો સરકારના સ્વચ્છતા અભિયાનને લાંછન પહોચાડતા હોય આ બાબતે ગ્રામ પંચાયતને અનેક વખત લેખિત રજુઆત કરેલ હોવા છતાં કોઇ નિરાકરણ આવે ન હોય આથી તંત્ર દ્રારા તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ
Recent Comments