ઉનાના સનખડા ગામે દીપડો બાળકી લઈ ભાગ્યો
ઊના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક માચવ્યો છે. આંતક મચાવનાર માનવભક્ષી દીપડા નાના બાળકોને લઈને ભાગે છે. ત્યારે બાળકોને છોડવવા ગ્રામજનો વન્યપ્રાણી પાછળ દોટ મુકી રાડારાડ કરતાં વન્યપ્રાણી નાશી છુટે છે. ગઇકાલે પણ આવી ઘટના બનતા લોકોએ સામૂહીક દીપડાનો સામનો કરતાં દિપડાએ મોઢામાંથી બાળકીને ૧૫ ફુટ દૂર છોડી નાશી છુટ્યો હતો ત્યારે શનિવારે સનખડા ગામે અને રવીવારે માતા પર હુમલો કરી ખોળામાંથી દિપડો બાળકીને લઈ ભાગ્યો હતો. ઘટનાને પગલે માતાએ રાડા રાડ કરતાં પિતા તથા અન્ય લોકોએ પિછો કરતાં ૧૫ ફુટ દુર બાળકને છોડી દિપડો નાશી છુટ્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ ભડીયાદર ગામે સીમ વિસ્તારમાં વાડીમાં રહેણાંક મકાન ધરાવતા દેવશીભાઇ મકવાણાના પત્નિ તેમની ૪ વર્ષની દિકરી પ્રિયલબેન માતાના ખોળામાં સાંજના સમયે રમતી હતી. અચાનક જાડ આડે લપાયને છુપાયેલો દિપડો મકાનમાં ચડી આવી અને માતા ઉપર હુમલો કરી કુખમાં રમતી દીકરીને ખોળામાંથી ઉપાડી ભાગતા માતાએ રાડારાડ કરી હતી. આથી વાડીમાં ખેતી કામ કરતા પિતા દેવશીભાઇ મકવાણા અને અન્ય મજુરોએ દીપડાની પાછળ દોટ મકી રાડારારડ કરતા ૧૫ ફુટ દૂર બાળકીને ઢસડીને ગંભીર ઈજા કરી નાશી છુટ્યો હતો.
જેમાં બાળતીને ગળા તેમજ વાસાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકીને તાત્કાલીક ઊનાની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાય હતી. દીપડાએ બાળકી ઉપર હુમલા વખતે માતાના ખોળામાં દિકરી હોવાથી માતાને પણ માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. આમ ઊના તાલુકામાં દિન પ્રતિદિન વધતા જતાં દીપડાના હુમલાના બનાવથી ખેતી વાડીમાં કામ કરી રહેતા ખેડૂતો અને મજુરવર્ગના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અને દિપડો માનવભક્ષી બનતા તાત્કાલીક પકડી દૂરના જંગલો સુધી ખસેડવા માટે લોકોની માંગ ઉઠી છે.
Recent Comments