ઉનાના વાંસોજ ગામના માછીમાર નાનુભાઇ રામભાઇ કામળિયા વેરાવળની રાજકમલ નામની ફિશિંગ બોટ ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા બોટને પકડી પાડી હતી અને નાનુભાઇ પાકિસ્તાનની કરાંચી જેલમાં ત્રણ વર્ષથી કેદ હતા અને ગત ૩ ફેબ્રુ. ૨૦૨૨ના નાનુભાઇને શ્વાસની તકલીફ હોવાને કારણે પાક. જેલમાં મૃત્યુ પામ્યા હતા. એની જાણ લાડી જેલમાં રહેતા સંજયભાઇએ મોકલાયેલા પત્ર દ્વારા થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બે માસ બાદ પાકિસ્તાનથી માછીમારનો મૃતદેહ માદરે વતન લાવવા કાર્યવાહી હાથ ધરેલી અને વાંસોજ ગામે એમ્બ્યુલન્સ મારફત નાનુભાઈનો મૃતદેહ પહોંચતાં ગામલોકો હીબકે ચડ્યા હતા.
મૃતકનાં પરિવારજનો તેમજ ગામલોકોમાં હૈયાફાટ રુદનનાં દૃશ્યો સર્જાયાં હતાં. હરિભાઇ બોઘાભાઇ સોલંકી, મોહનભાઇ વાજા, ગામના પટેલ, આગેવાનો તેમજ ફિશરીઝના અધિકારી સહિતના મોટી સંખ્યા લોકો પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. વાંસોજ ગામના માછીમાર પાક.જેલમાં ત્રણ વર્ષથી કેદ હોય અને તેનું મૃત્યુ થતાં એની જાણ પરિવારોને થયેલી. માછીમારનો મૃતદેહ વતન લાવવા સાંસદમાં પણ આ પ્રશ્નો ઊઠ્યો હતો. વાંસોજ ગામના મૃતક નાનુભાઇ કામળિયા પાકિસ્તાનના લાડી જેલમાંથી સંજય નામના ખલાસીનો લખેલો પત્ર ૧૪ ફેબ્રુ. ૨૦૨૨ના વાંસોજ ગામે આવતાં એમાં નાનુભાઇ કામળિયાનું ૩ ફેબ્રુ.૨૦૨૨ના રોજ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.
Recent Comments