ઉનામાં યુવકે પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતાં ખળભળાટ
ગીર સોમનાથના ઉનામાં યુવાનના ખીસ્સામાં રહેલ મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવાન ખાનગી ફાઈન્સની ઓફિસે કામ માટે આવ્યો હતો. ત્યારે અચાનક ખિસ્સામાં મૂકેલ મોબાઈલમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી જવા પામી હતી. જાેકે, સદનસીબે યુવકને કોઈ જાનહાનિ કે ઈજા?ઓ પહોંચી ન હતી. પરંતું આ ઘટના ચેતવણીરૂપ છે.
બન્યું એમ હતું કે, ઉનામાં એક યુવક ખાનગી ફાઈનાન્સની ઓફિસે આવ્યો હતો. તે ખુરશી પર બેસેલો હતો ત્યારે અચાનક તેના ખિસ્સામાં બેસેલો મોબાઈલ સળગવા લાગ્યો હતો અને મોબાઈલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ યુવકે સતર્કતાથ મોબાઈલ ખિસ્સામાઁથી બહાર કાઢીને ફેંકી દીધો હતો. આ બાદ મોબાઈલ સળગી ઉઠ્યો હતો. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
Recent Comments