રાષ્ટ્રીય

ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે કાજુ-દ્રાક્ષનો શ્રીખંડ, જાણો કેવી રીતે બનાવશો ઘરે

ગરમીની સિઝનમાં કોફી, છાશ, શ્રીખંડ, કોકો આ બધી વસ્તુઓ પીવાની ખૂબ મજા આવે છે. ગરમીની સિઝનમાં શરીરમાં ઠંડક આપતી આ વસ્તુઓ પીવો એટલે કંઇક અલગ ફિલિંગ આવે છે. તો અમે પણ આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઇને આજે કાજુ દ્રાક્ષ શ્રીખંડની રેસિપી લઇને આવ્યા છીએ. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો આ શ્રીખંડ..

સામગ્રી

1 લિટર ફુલ ફેટ દૂધ

1 ચમચી દહીં

કાજુ

દ્રાક્ષ

દળેલી ખાંડ

એક ચમચી વેનિલા એસેન્સ

બનાવવાની રીત

  • કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવવા માટે સૌ પ્રથમ એક લિટર દૂધને ગરમ કરી લો.
  • ત્યાં એ થોડુ ઠંડુ થાય એટલે એક ચમચી દહીંનું મેળવણ મિક્સ કરો અને બરાબર હલાવીને દહીં જમાવી લો.
  • 5-6 કલાક પછી તમારું ઘટ્ટ દહીં જામી જશે.
  • હવે આ દહીંને કોટનના ઝીણાં-પાતળા કપડામાં નાંખીને એની પોટલી બનાવી લો.
  • ત્યારબાદ આ પોટલીને ગાંઠ મારીને બંધ કરી દો અને પછી એને ફ્રિઝમાં મુકી દો.
  • આમ કરવાથી દહીંમાં રહેલું બધુ પાણી નીતરી જશે. દહીં નિતારવા મુકો એટલે નીચે એક વાસણ મુકજો જેથી કરીને પાણી એમાં પડે.
  • હવે આ પોટલીને ફ્રીજમાંથી કાઢીને એક બાઉલમાં લઇ લો.
  • ત્યારબાદ આમાં દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે ફરીથી આ શ્રીખંડને ફ્રિજમાં 2-3 કલાક માટે રહેવા દો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે ફ્રિજમાંથી બહાર કાઢશો તો બહાર જેવો શ્રીખંડ તમે જોઇ શકશો.
  • હવે આ શ્રીખંડમાં ઉપરથી કાજુ દ્રાક્ષ નાંખીને બરાબર મિક્સ કરી લો.
  • તો તૈયાર છે કાજુ દ્રાક્ષ શ્રીખંડ.
  • ઘરે બનાવેલો આ શ્રીખંડ બાળકોને ખવડાવો છો તો હેલ્થ માટે ખૂબ ગુણકારી સાબિત થાય છે.
Follow Me:

Related Posts