ઉનાળાની ગરમીમાં શાક બનાવવામાં અનેક ઘણી તકલીફ થતી હોય છે. કોઇને આ શાક ભાવે તો કોઇને આ શાક ભાવે..આમ, જો તમારા ઘરે પણ ઉનાળામાં શાક બનાવવાની તકલીફ પડતી હોય અને ખાવાની મજા ના આવતી હોય તો તમે પણ બનાવો ભરેલા મરચા. ભરેલા મરચા અને ભાખરી ખાવાની પણ મજા કંઇક અલગ હોય છે.
સામગ્રી
બસો ગ્રામ ભાવનગરી મરચાં
એક નંગ કેપ્સીકમ
સો ગ્રામ શિંગદાણા
અડધો કપ તાજું નાળિયેરનું ખમણ
એક આદુનો ટુકડો
ઝીણાં સમારેલા મરચા
બટાકા
બે કપ નાળિયેરનું દૂધ
બે ચમચી આમલીનો રસ
એક ચપટી હિંગ
જરૂર મુજબ તેલ
સ્વાદાનુંસાર મીઠું
મરચું
તજ
લવિંગ
કાળા મરી
બનાવવાની રીત
- ભરેલા મરચાં બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને મીઠું લગાવીને રાખો.
- ત્યારબાદ ભાવનગરી મરચા વચ્ચેથી અડધા કાપી લો અને એમાંથી બી કાઢીને મીઠું લગાવી દો.
- ત્યારબાદ કેપ્સીકમના ટુકડા કરીને મીઠું લગાવી દો.
- હવે થોડુ તેલ ગરમ મુકો
- તેલ આવી જાય એટલે એમાં હિંગ, બટાકા, મીઠું નાંખીને સતત હલાવતા રહો અને થોડી વાર એને સિઝવા દો.
- ત્યારબાદ શિંગદાણાને શેકી લો અને પછી ફોતરાં કાઢીને ફ્રાય કરી લો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે નાળિયેરનું છીણ, મીઠું, આદુ મરચા નાંખીને બરાબર મિક્સ કરી લો.
- હવે એક ચમચી તેલ નાંખીને આ બધું બરાબર મિક્સ કરી લો અને પછી મરચા ભરી લો.
- ત્યારબાદ આમાં સીઝેલા બટાકામાં કેપ્સીકમ એડ કરી દો.
- આમ ઉપરથી હવે કાળા મરી, તજ, લવિંગ નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- તો તૈયાર છે ભરેલા મરચા.
- હવે આ ભરેલા મરચા પર છેલ્લે આમલીની ચટણી નાંખીને ગરમા-ગરમ સર્વ કરો.
Recent Comments