કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ પરંતુ બજારમાં હજુ લોકોનો ફેવરિટ ફ્રૂટ માર્કેટમાં જોવા મળતુ નથી. અનેક લોકો આ સિઝનમાં કેરીની રાહ જોઇને બેઠા હોય છે. કેરી ખાવી દરેક લોકોને ગમતી હોય છે. આમ, કેરી તો દરેક લોકોની પહેલી પસંદ હોય છે, એટલે જ કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આમ, કેરી સિવાય પણ ઉનાળામાં આવતા કેટલાંક ફળો તમારા શરીરને હાઇડ્રેડ કરવાનું કામ કરે છે.
જો તમે ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી ખાઓ છો તો તમારી સ્કિન અને હેલ્થ એમ બન્ને માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે જ આ બન્ને ફૂટ્સ તમારે તમારા બાળકોને પણ ખવડાવવા જોઇએ. આ ફળોમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે જે શરીરની અનેક ઉણપને પૂરી કરે છે. તો જાણી લો તમે પણ ઉનાળામાં ખવાતા તરબૂચ અને ટેટીમાં રહેલા આ ગુણો વિશે…
શક્કરટેટી
મૂલ્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શક્કરટેટી ખૂબ જ ફાયદાકારક છે. ટેટીમાં 90 ટકા પાણીની માત્રા હોય છે. આ સાથે જ ટેટીમાં ફાઇબરનું પ્રમાણ પણ સારું એવું હોય છે. ટેટીમાં કેલરી ઓછી હોય છે જે વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. ઉનાળાની ઋતુમાં તમે પણ દિવસમાં એક પ્લેટ ટેટીની અચુક ખાઓ જેથી કરીને શરીરમાં પાણી ઓછુ ના થાય અને ચક્કર જેવી સમસ્યાઓથી તમે હેરાન ના થાવો. ટેટીમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે ઢીંચણના દુખાવામાંથી રાહત અપાવે છે.
તરબૂચ
તરબૂચ તમને હાઇડ્રેટ રાખવામાં ખૂબ મદદગાર છે, જે શરીર માટે ખૂબ જરૂરી છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તરબૂચ પોષક તત્વો અને ખનીજોથી ભરપૂર હોય છે. તરબૂચમાં વિટામીન એ અને સી સારા પ્રમાણમાં હોય છે. જો તમે ઉનાળામાં દરરોજ એક પ્લેટ તરબૂચ ખાઓ છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.
Recent Comments