ઉનાળામાં શરીરમાં એનર્જી રહે એ માટે ખાસ પીવો કિવી મોકટેલ, જાણો કેવી રીતે બનાવશો ઘરે
શું તમે ક્યારે પણ કિવી મોકટેલ ટેસ્ટ કર્યુ છે? જો ના તો તમારે એક વાર ચોક્કસથી ટ્રાય કરવું જોઇએ. કિવી મોકટેલ ઉનાળાની ગરમીમાં તમને ઠંડક આપવાનું કામ કરે છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો આ મોકટેલ.
સામગ્રી
4 નંગ કિવી
ફુદીનાના પાન
દળેલી સાકર
લીંબુનો રસ
સિંધવ મીઠું
સેકેલું વાટેલું જીરું
ઝીણો સમારેલો ફુદીનો
બરફના ટુકડાનો ક્રશ
પાણી
બનાવવાની રીત
- કિવી મોકટેલ બનાવવા માટે સૌ પ્રથમ ફુદીનો અને કિવીને મિક્સરમાં ક્રશ કરી લો અને એની સ્મુધ ગ્રેવી બનાવી લો.
- ત્યારબાદ એક કપ પાણી લો અને એને મિક્સરમાં કરીને ગાળી લો.
- હવે ગાળેલા મિક્સરમાં ½ કપ પાણી ઉમેરો અને આની સાથે-સાથે લીંબુનો રસ, સિંધવ મીઠું, જીરું અને સાકર મિક્સ કરીને તરત હલાવતા રહો. આ વખતે તમારે સતત હલાવતા રહેવાનું છે.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે 4 ગ્લાસમાં બરફ નાંખો અને એની ઉપર ઝીણાં સમારેલાં ફુદીનાનાં પાન નાંખો.
- ફુદીનાનાં પાન નાંખ્યા પછી એની ઉપર મિક્સરમાં ક્રશ કરેલો કિવીનો પલ્પ એડ કરો.
- તો તૈયાર છે કિવી હેલ્ધી મોકટેલ.
- આ મોકટેલ તમે ઉનાળામાં પીવો છો તો તમારા શરીરમાં ઠંડક થાય છે.
- કિવી મોકટેલ હેલ્થ માટે ખૂબ હેલ્ધી સાબિત થાય છે. આ મોકટેલ પીવાથી શરીરમાં એનર્જી આવે છે અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી તમે બચી શકો છો. કિવી મોકટેલમાં અનેક વસ્તુઓ એવી છે જે તમારી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.
આ કિવી મોકટેલ દરેક લોકોએ અઠવાડિયામાં એકથી બે વાર પીવું જોઇએ. જ્યારે તમારે કાળઝાળ ગરમીમાં બહાર જવાનું હોય ત્યારે ખાસ કરીને ઘરેથી આ મોકટેલ પીતા જાવો, જેથી કરીને તમને ચક્કર જેવા પ્રોબ્લેમ્સ થશે નહિં.
Recent Comments