fbpx
અમરેલી

ઉનાળા નું અમૃત છાસ કેન્દ્ર નો સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની ગૌશાળા ખાતે પ્રારંભ

ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આયોજીત ટીંબીગામ તથા આજુબાજુનાં ગામોનાં જરૂરીયાતમંદ લોકો માટે પૃથ્વી ઉપરનું અમૃત એવા છાશ કેન્દ્ર માટે છેલ્લા આઠ વર્ષથી અનુદાન આપનાર સુરત સ્થિત ઉદારદિલ દાતાશ્રી ડુંગરશીભાઇ સવાણી (હળીયાદ), શ્રી અંકિતભાઈ (ઝીઝાવદ૨) શ્રી વિજયભાઈ (અનીડા) અને શ્રી ઠાકરશીભાઈ (હળીયાદ) નાં સંપુર્ણ આર્થિક સહયોગથી આ વર્ષે પણ તા.૦૩/૦૫/૨૩ થી “નિ:શુલ્ક છાશ વિત૨ણ કેન્દ્ર” નો શુભારંભ સ્થામિક ટ્રસ્ટીશ્રીઓ, ડોકટર મિત્રો, હોસ્પિટલ સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં નિર્દોષાનંદજી ગૌશાળા માં કરવામાં આવેલ છે. આ છાશ વિતરણ કેન્દ્ર શરૂ થવાથી આજુબાજુનાં જરૂરીયાતમંદ અંદાજીત ૪૦૦ જેટલા ૫૨ીવા૨જનોને નિ:શુલ્ક છાશનો લાભ મેળવશે

Follow Me:

Related Posts