રાષ્ટ્રીય

ઉનાળું વેકેશન શરુ થતા જ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ જતી ફ્લાઈટોના ભાડામાં થયો ડબલ વધારો

સ્કૂલોમાં ઉનાળું વેકેશન પડી ગયું છે ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનામાં ઘરે જ સમય વિતાવી ચૂકેલા લોકોએ અત્યારથી બહાર ફરવા માટેના પેકેજ બુક કરાવી લીધા છે જેના કારણે એર ફેરના ભાડામાં ડબલ વધારો થયો છે. ઉનાળું વેકેશનમાં બાળકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફેમિલી સાથે ફરવા લઈ જતા પેરેન્ટ્સ ફ્લાઈટોનું ભાડું ડબલ થતા ટ્રેનો બુક કરાવી રહ્યા છે પરંતુ ત્યાં પણ તમામ ટ્રેનો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહી છે એ ટ્રેનો અત્યારે ફૂલ થઈ ગઈ છે. જેથી ના છુટકે ડબલ ભાડા એરફેરના આપીને પણ લોકો પ્રવાસ માટે જઈ રહ્યા છે

અત્યારે મુંબઈથી અમદાવાદનું ભાડું 7000 થઈ ચુક્યું છે. જ્યારે આ પહેલા ભાડું 2500થી 3000 હતું. દિલ્હીનું ભાડું જે અમદાદાવથી 3000થી 3500 વસુલવામાં આવતું હતું તે આ વેકેશનમાં 11,000 સુધી લેવામાં આવી રહ્યું છે તે જ રીતે ચેન્નઈનું ભાડું 10000 સુધી પહોચ્યું જે આ પહેલા 5000થી 6000 સુધીનું હતું આ રીતે વારાણસી, પટના, હાવડા સહીતના શહેરો સુધી જવા માટે 10,000 રુપિયા કિંમત લોકોને ચૂકવવાનો વારો આવ્યો છે. 

ફ્લાઈટોના ભાડા વધ્યા છે અને ટ્રેનો બધી જ પેક છે માટે લોકો અત્યારે બસ તરફ વળ્યા છે જ્યાં વોલ્વો અને પ્રાઈવેટ વક્ઝરીમાં બુકિંગ કરાવી રહ્યા છે. કોરોનામાં બે વર્ષ સુધી ડોમેસ્ટીક પ્રવાસ માંડ માંડ ચાલતો હતો જેમાં અત્યારે અચાનક જ લોકોનું ઘોડાપુર આવી જતા આ વધારો જોવા મળી રહ્યો છે. 

Related Posts