ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન અને મેમણ ખિદમત ગ્રુપ ઉના દ્વારા 14 મોં મેમણ સમૂહ શાદી સમારોહ યોજાયો હતો જેમાં 18 જેટલા દુલ્હા દુલ્હાન ને નિકાહ કરેલ અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા હંમેશા પુરા ઇન્ડિયા ના મેમણ સમાજ માટે ખડે પગે અને કામ કરવા માટે તત્પર હોઈ છે અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા ચાલતી સેવા માં કોઈ મેમણ ઘર વગર નો રહે તેવા હેતુ થી હાઉસિંગ હેલ્પ,ઇમરજન્સી કેસ માં મેડિકલ હેલ્પ,વિધવા સહાય,મેરેજ હેલ્પ આવી અનેક યોજના ચાલે છે અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ અને ઇન્ડિયા ની 500 ઉપરાંત જમાત ના સ્વપ્નદ્રષ્ટા ઈકબાલ મેમણ ઓફિસર ના નેતૃત્વ માં ચાલતી આ સંસ્થા દ્વારા ઉના ખાતે 14 મોં સમૂહ શાદી નું આયોજન કરીને ગરીબ અને મધ્યમ વર્ગી પરિવાર ને દુવા આપેલ અને સૌરાષ્ટ્ર ના વિવિધ જિલ્લા માં આવા સમૂહ શાદી સમારોહ યોજાશે.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર,સિરાજભાઈ દરબાર (NEC મેમ્બર ),અમીન અજમેરી (NEC મેમ્બર ),શકીલ અજમેરી,કાદર શેખ,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના ઉપ પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન ઈમ્તિયાઝ પોઠીયાવાલા, યુનુશભાઈ દેરડીવાલા,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર યાસીનભાઈ ડેડા,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડીનેટરે અજીમ લાખાણી તથા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના તમામ NEC મેમ્બર,તમામ ઝોનલ સેક્રેટરી,તમામ યુથ વિંગ ઇન્ચાર્જ હાજર રહેલા હતા.
Recent Comments