ઉના ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોથો સપ્તાહ સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયો
ઉના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સાત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ચોથો સપ્તાહ કાર્યક્રમ ગીરગઢડા ખાતે બસ સ્ટેન્ડ ઉના રોડ પર મંડપ નિચે બેસી ધારાસભ્ય પુંજાભાઈ વંશ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઈ હિરપરા, કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઇ ડાભી, વિરોધ પક્ષના નેતા ઓઘડભાઈ ગુર્જરીયા, અરવિંદભાઈ ખુંટ, જગદીશ ગુજરીયા, ભરતભાઈ બાલધા, અરજણભાઇ બારીયા, કાળુભાઇ ઝાંખરા સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી આગેવાનો દ્વારા સત્યાગ્રહ આંદોલનમાં જાેડાયાં હતાં. આ સત્યાગ્રહ આંદોલનમાં ગુજરાત સરકારના ૨૭ વર્ષનાં સાસન દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરી રહેલા પ્રજાજનો ખેડૂતો અને પશુપાલકો પરેશાની ભોગવવી પડી રહી છે.
વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં ખેડૂતોના દેવા પાક વિમા યોજના અંતર્ગત વિવિધ સમસ્યાથી પીડાય રહી છે. મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, કાયદો વ્યવસ્થા મુદ્દે સત્યાગ્રહ આંદોલનમાં સરકારની નિષ્ફળતા પ્રજામાં ઉજાગર કરી પોલ ખોલી હતી. આ તકે પુંજાભાઈ વંશએ જણાવેલ કે ખેડૂતોને અન્યાય કરાય છે. અને સરકારના બે મિત્રો ઉધોગપતિને ધી-કેળાં હોવાનું જણાવીને આવનારી વિધાન સભાની ચૂંટણીમાં ગરીબ ખેડૂતો આમ જનતાની સરકાર બનાવવા હાકલ કરી હતી.
Recent Comments