ઉના વેરાવળ રોડ પર આવેલ વાડીની પાછળના ભાગે કચરોમાં અચાનક આગ, રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ
ઉના વેરાવળ રોડ પર આવેલ આનંદવાડીની પાછળના ભાગે વડાલા વિસ્તાર વચ્ચે પડતર કચરો તેમજ ઝાડમાં અચાનક આગ લાગતા રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટનામાં કચરો વાસ બળીને ખાક થઇ ગયેલ જાેકે કોઇ જાનહાની થઇ ન હતી. વડાલા વિસ્તારના પાછળના ભાગે આનંદવાડીની દિવાલની પાસે પડેલો કચરો સુકાઝાડમાં તેમજ લાકડામાં કોઇ કારણોસર અચાનક આગ લાગી જતાં આસપાસમાં રહેતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. આ આગની જાણ ઉના નગર પાલીકાના ફાયર બ્રિગેડને કરતા તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કચરો ઘાસ સહિત બળીને ખાક થઇ ગયું હતું. આ આગ કાબુમાં આવતા આ વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Recent Comments