ઈડરના કડિયાદરામાં નદીના પ્રવાહમાં કાર સાથે ૨ લોકો તણાયા ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબક્તા અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક આવેલી કરોલ નદીમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. નદીમાં કાર સાથે ફસાયેલી મહિલા સાથે અન્ય લોકો પણ સવાર હતા. કરોલ નદીના ધસમસતા પ્રવાહમાં ડિપબ્રિજ પરથી પસાર થતા સમયે કાર સાથે ૨ લોકો તણાયા હતા. જાે કે ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દ્વારા પણ નદીમાંથી ૨ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત ન થતા સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી.ઈડર અને હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ ભારે જહેમત બાદ નદીમાં તણાયેલા તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, જેનાથી અનેક નદીઓ બે કાંઠે વહી રહી હતી

Recent Comments