fbpx
ગુજરાત

ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયાની કાર ભેંસ સાથે અથડાઈ

અકસ્માતમાં ધારાસભ્ય અને રાજકોટ રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયાને ઈજા પહોંચી લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ધારાસભ્યની ખાનગી કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. કાનપરા ગામના પાટિયા પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયા ખાનગી કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન મૃત ભેંસ સાથે કાર અથડાતા સર્જાયો હતો.

અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જાેકે, મોટી જાનહાનિ ટળી હતી. પરંતું અકસ્માતમાં કારને મોટાપાયે નુકશાન પહોચ્યું હતું. ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડીયા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કારમાં જઇ રહ્યા હતા ત્યારે લીંબડી પાસે ભેંસ સાથે કાર અથડાઇ હતી. જેમાં ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને ઇજાઓ પહોંચી હતી.

Follow Me:

Related Posts